News Continuous Bureau | Mumbai
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર ટીવી શો ‘અનુપમા’ ટીઆરપી લિસ્ટમાં(Anupama TRP list) ટોચ પર છે. શોમાં જ્યારે અનુજ કાપડિયાનો અકસ્માત (Anuj accident)બતાવવામાં આવ્યો ત્યારે દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. આખરે અનુપમાની મહેનત રંગ લાવી અને અનુજ કોમામાંથી (coma)બહાર આવી ગયો. પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે અનુજ કાપડિયા પર કોમાની આફ્ટર ઈફેક્ટ જોવા મળતી રહેશે.
તમને આવનારા એપિસોડમાં કંઈક આવું જ જોવા મળશે. અનુજ કાપડિયાને રાત્રે સ્ટ્રોક(strock) આવશે અને તે પથારી પરથી નીચે પડી જશે. આ પછી અનુપમા નર્વસ થઈ જશે અને ઘરના બધા લોકોને બૂમ પાડી ને બોલાવશે. થોડી વારમાં બધું સારું થઈ જશે અને દરેક વ્યક્તિ સૂઈ જશે. પરંતુ જ્યારે અનુપમા સવારે ઉઠશે ત્યારે તેના હોશ ઉડી જશે.વાસ્તવમાં અનુજ કાપડિયા સવારે ઉઠશે અને તેના શરીર પરની ઈજાઓ વિશે પૂછશે અને કહેશે કે તેને યાદ નથી કે તેને આ ઈજા કેવી રીતે થઈ? આટલું જ નહીં, અનુજ કાપડિયા, વિડીયો કોલ (video call)દ્વારા કિંજલના દરેક સમાચાર લેતા એ પણ ભૂલી જશે કે તેની ડિલિવરી(delivery) થઇ ગઈ છે અને તેને દીકરી ને જન્મ આપ્યો છે. અનુજ કાપડિયા અનુપમાને કિંજલની તબિયત(Kinjal health) વિશે પૂછવાનું શરૂ કરશે.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દબંગ ગર્લ થી ઓળખાતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા છે કરોડોની માલકીન-જાણો તેની નેટવર્થ વિશે
અનુપમા આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તો શું અનુજ કાપડિયાએ યાદશક્તિ(memory) ગુમાવી દીધી છે? અથવા તે આ જાણી જોઈને કરી રહ્યો છે જેથી અંકુશ અને બરખાનું સત્ય ખબર પડે કે તેઓ અનુપમા સાથે કેવું વર્તન(behave) કરી રહ્યા છે. બંને ખરેખર બદલાઈ ગયા છે કે ઘરમાં રહેવા અનુજ ને મસ્કા મારી રહ્યા છે. એ તો આવનાર એપિસોડમાં જ ખબર પડશે.