ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
બૉલિવૂડ અભિનેત્રી સાથે જાતીય શોષણ અને દુર્વ્યવહાર મામલે મુંબઈ પોલીસે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપને સમન્સ પાઠવ્યું છે. સાથે જ અનુરાગ કશ્યપને ગુરુવારે સવારે 11 વાગ્યે વર્સોવા પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર કથિત રીતે જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.
નોંધનીય વાત એ પણ છે કે, એક દિવસ પહેલા જ અભિનેત્રીએ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સાથે અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી.
જણાવી દઈએ કે અભિનેત્રીએ ગત સપ્તાહે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ વિરુદ્ધ વસોર્વા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. ફરિયાદમાં અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મ, ખોટા ઈરાદાથી રોકવા અને મહિલાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, અનુરાગે પોતાની ઉપર લગાવેલા આરોપનું ખંડન કર્યું હતું.