Site icon

ક્રિકેટ છોડીને બેડમિન્ટનના મેદાનમાં ઉતર્યો વિરાટ કોહલી, પત્ની અનુષ્કા સાથે બનાવી જોડી, જુઓ વિડિયો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ અને અનુષ્કા બેડમિન્ટન રમતા જોવા મળી રહ્યા છે

anushka sharma and virat kohli playing badminton with fans watch video

ક્રિકેટ છોડીને બેડમિન્ટનના મેદાનમાં ઉતર્યો વિરાટ કોહલી, પત્ની અનુષ્કા સાથે બનાવી જોડી, જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં બી-ટાઉન નું આ પાવર કપલ જીમ માં પંજાબી ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ફની વીડિયોમાં અનુષ્કા અને વિરાટ નો ડાન્સ લોકોને ઘણો પસંદ આવ્યો હતો. હવે આ સ્ટાર કપલનો વધુ એક વીડિયો હેડલાઈન્સમાં છે, જેમાં વિરાટ-અનુષ્કા ટીમ બનાવીને અન્ય કપલ સાથે બેડમિન્ટન રમતા જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

અનુષ્કા-વિરાટ ની ટિમ 

જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં જ બેંગલુરુમાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ટીમ બનાવીને બેડમિન્ટન ની રમત રમી હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ અને અનુષ્કા બીજા કપલ સાથે બેડમિન્ટનની મજા માણી રહ્યાં છે જ્યારે આસપાસ ઉભેલા લોકો તેમને ચીયર કરી રહ્યાં છે. વીડિયોમાં અનુષ્કા અને વિરાટ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બેડમિન્ટનની આ રમત જીતી જાય છે

અનુષ્કા-વિરાટ નું વર્ક ફ્રન્ટ 

વર્ક ફ્રન્ટ પર, વિરાટ કોહલી હાલમાં IPLમાં વ્યસ્ત છે, જ્યારે અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’ માટે ચર્ચામાં છે. ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. જો કે ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત છે.

Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Satish Shah Padma Shri: દિવંગત અભિનેતા સતીશ શાહને મરણોત્તર ‘પદ્મશ્રી’! ‘ઇન્દ્રવદન સારાભાઈ’ ના સન્માનથી રત્ના પાઠક અને રૂપાલી ગાંગુલી થયા ભાવુક
Esha Deol Border 2 Screening: બોર્ડર 2’ ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો દેઓલ પરિવારનો અતૂટ પ્રેમ, સની-બોબી અને ઈશા-અહાનાએ સાથે પોઝ આપી અફવાઓ ફગાવી
Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Exit mobile version