News Continuous Bureau | Mumbai
Anushka sharma: અભિનેત્રી અને વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા શર્મા પોતાની બીજી પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા મીડિયા માં એવા સમાચાર આવ્યા હતા કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જલ્દી જ બીજીવાર માતા પિતા બનવાના છે જોકે આ અંગે વિરાટ કે અનુષ્કા તરફ થી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આ બાંધણી વચ્ચે, વિરાટ અને અનુષ્કાના બીજા બાળક વિશેના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી તેના બીજા બાળકને લંડનમાં જન્મ આપી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: શું તમને ખબર છે અમિતાભ બચ્ચન ને તેમના ઘરની મહિલાઓનું આ કામ કરવું બિલકુલ પસંદ નથી, બિગ બી ની દીકરી શ્વેતા બચ્ચને કર્યો ખુલાસો
અનુષ્કા ની બીજી પ્રેગ્નન્સી ના સમાચાર
અનુષ્કા ની બીજી પ્રેગ્નન્સી ના સમાચાર વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં સંકેત મળી રહ્યો છે કે અનુષ્કા તેના બીજા બાળક ને ભારત માં નહીં લંડન માં જન્મ આપશે. બિઝનેસમેન હર્ષ ગોયેન્કાએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘થોડા જ દિવસોમાં એક બાળકનો જન્મ થવાનો છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તે તેના પિતાની જેમ ક્રિકેટર બને છે કે પછી તે તેની માતાની જેમ ફિલ્મોમાં કારકિર્દી બનાવશે.’ જો કે, હર્ષ ગોયેન્કાએ પોતાની ટ્વીટમાં અનુષ્કા કે વિરાટનું નામ લીધું નથી, તેમ છતાં તેની ટ્વીટએ સમાચારોનું બજાર ગરમ કરી દીધું છે.
A new baby is to be born in the next few days! Hope the baby takes India to great heights like the greatest cricketing father. Or will it follow the mother and be a film star? #MadeInIndia #ToBeBornInLondon
— Harsh Goenka (@hvgoenka) February 13, 2024
સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે હર્ષ ગોએન્કા આ ટ્વિટમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વિશે વાત કરી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)