Site icon

અભિનેત્રી અનુષ્કા શર્મા એ આ મુદ્દે ખટખટાવ્યો બોમ્બે હાઈકોર્ટ નો દરવાજો, ફેબ્રુઆરી મહિનામાં થશે સુનાવણી, જાણો શું છે સમગ્ર મામલો

બોમ્બે હાઈકોર્ટ અભિનેત્રી અનુષ્કા શર્માની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. અભિનેત્રીએ એક અરજી દ્વારા તેની સામે સેલ્સ ટેક્સ વિભાગની કાર્યવાહીને પડકારી છે. કોર્ટ તેના મામલાની સુનાવણી 6 ફેબ્રુઆરી એ કરશે. આવો જાણીએ આખરે શું છે આ સમગ્ર મામલો.

anushka sharma files tax petition in the bombay high court

અભિનેત્રી અનુષ્કા શર્મા એ આ મુદ્દે ખટખટાવ્યો બોમ્બે હાઈકોર્ટ નો દરવાજો, ફેબ્રુઆરી મહિનામાં થશે સુનાવણી, જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ( anushka sharma ) સેલ્સ ટેક્સ વિભાગની નોટિસને ( tax petition ) પડકારતી બોમ્બે હાઈકોર્ટમાં ( ombay high court )  અરજી કરી છે. ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ હાઈકોર્ટમાં અરજી કરીને વિભાગની કાર્યવાહીને પડકારી છે. 2012-13 અને 2013-14માં સેલ્સ ટેક્સ વિભાગે અભિનેત્રીને નોટિસ પાઠવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કાએ તેના ટેક્સ કન્સલ્ટન્ટની મદદથી ગયા મહિને 2 પિટિશન ફાઇલ કરી હતી. અનુષ્કાએ કોર્ટને સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને રદ કરવાની વિનંતી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે.

Join Our WhatsApp Community

 મુંબઈ હાઈકોર્ટ આ અરજી પર સુનાવણી કરવા સંમત થઈ

સેલ્સ ટેક્સ વિભાગના ડિસેમ્બર 2022ના આદેશને પડકારતી ટેક્સ કન્સલ્ટન્ટ ની અરજી ને હાઇકોર્ટે સ્વીકારવાનો ઇનકાર કર્યા પછી અભિનેત્રીએ ગયા અઠવાડિયે અરજી દાખલ કરી હતી. મુંબઈ હાઈકોર્ટ અનુષ્કા શર્માની અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે. આ સાથે કોર્ટે અભિનેત્રીની અરજી અંગે પ્રતિવાદી ને નોટિસ મોકલી છે.બોમ્બે હાઈકોર્ટે સેલ્સ ટેક્સ વિભાગને 3 અઠવાડિયાની અંદર અરજીનો જવાબ આપવા જણાવ્યું છે. કોર્ટે છેલ્લી સુનાવણીમાં અનુષ્કા શર્મા ને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તેઓએ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા અરજી દાખલ કરવાનો કેસ ક્યારેય સાંભળ્યો નથી કે જોયો નથી. કોર્ટે અનુષ્કા શર્માના વકીલને પૂછ્યું કે અભિનેત્રી પોતે અરજી કેમ દાખલ કરી શકી નથી. આ પછી અભિનેત્રી એ જૂની બંને અરજી ઓ પાછી ખેંચી લીધી હતી અને પોતે નવી અરજી દાખલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો:  વધુ એક દિગ્ગ્જ લેખક ની વિદાય, લાંબી બીમારી બાદ 62 વર્ષ ની વયે થયું આ લેખકે નુંનિધન,ફિલ્મ આઈ એમ કલામ માટે મળ્યો હતો શ્રેષ્ઠ વાર્તા નો એવોર્ડ

અનુષ્કાને ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી

અરજીમાં અનુષ્કા શર્માએ દલીલ કરી છે કે તેના પર લગાવવામાં આવેલો ટેક્સ ફિલ્મ અભિનેત્રી તરીકે નહીં પરંતુ પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ અને એવોર્ડ ફંક્શન ના એન્કરિંગ માટે છે. તેમને વર્ષ 2011-12 માટે 1.2 કરોડ અને આગામી વર્ષ માટે 1.6 કરોડની ટેક્સ નોટિસ આપવામાં આવી છે. અભિનેત્રીએ કહ્યું કે કોઈપણ ફિલ્મ કે વીડિયો નો કોપીરાઈટ હંમેશા તેના સર્જક અથવા નિર્માતા પાસે રહે છે. અરજદારે કહ્યું કે જ્યારે તેની પાસે કોપીરાઈટ પણ નથી તો તે કોઈને કેવી રીતે ટ્રાન્સફર કરી શકે.

O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ
Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.
Exit mobile version