News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં જ ટ્રાફિક પોલીસના નિયમો તોડવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ છે. વાસ્તવમાં અનુષ્કા હાલમાં જ મુંબઈના રસ્તાઓ પર બાઇક પર સવારી કરતી જોવા મળી હતી. આ દરમિયાન અનુષ્કા અને બાઇક પર સવાર વ્યક્તિ બંનેએ હેલ્મેટ પહેરી ન હતી. આ કારણે મુંબઈ ટ્રાફિક પોલીસે અનુષ્કાની સવારને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકાર્યો છે.
Challan has been issued under Sec 129/194(D), Sec 5/180 & Sec 3(1)181 MV act to the driver along with an fine of Rs. 10500 & been paid by the offender. https://t.co/aLp6JEstLO pic.twitter.com/Br0ByHZk4T
— Mumbai Traffic Police (@MTPHereToHelp) May 16, 2023
અનુષ્કા સામે ફાટ્યું ચલણ
અનુષ્કા અને સવાર સામે લાદવામાં આવેલા દંડની પુષ્ટિ કરતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અનુષ્કા અને તેના સવારોને હેલ્મેટ પહેર્યા વિના મુંબઈના રસ્તાઓ પર બાઇક ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. બંનેને દંડ ફટકારવામાં આવ્યો જ્યારે સોશિયલ મીડિયા પર લોકોએ આ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે અનુષ્કાએ હેલ્મેટ ન પહેરીને સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ નિયમ તોડ્યો.આ સાથે મુંબઈ ટ્રાફિક પોલીસે ચલણ નો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘MV એક્ટ હેઠળ ડ્રાઈવરને કલમ 129/194 (D), કલમ 5/180 અને કલમ 3 (1) 181 હેઠળ ચલણ જારી કરવામાં આવ્યું છે. આ સાથે વાહન ચાલક પર 10,500 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.