Anushka sharma: અનુષ્કા શર્મા એ તેના પ્રેગ્નન્સી ના સમાચાર ને આપી હવા, અભિનેત્રી ની એક પોસ્ટ બાદ લોકો એ પાઠવ્યા અભિનંદન

Anushka sharma: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેની બીજી પ્રેગ્નેન્સી ને લઈને ચર્ચામાં છે જોકે હજુ સુધી અભિનેત્રી એ તેની બીજી પ્રેગ્નન્સી કન્ફર્મ નથી કરી.હવે આ બધાની વચ્ચે અનુષ્કા શર્મા એ એક પોસ્ટ શેર કરી છે જેને જોઈ ને લોકો તેણી બીજી વાર ગર્ભવતી છે તેવું અનુમાન લગાવી રહ્યા છે

by Zalak Parikh
anushka sharma new post made fans curious to her second pregnancy

News Continuous Bureau | Mumbai

Anushka sharma: અનુષ્કા શર્મા એક પુત્રી ની માતા છે. થોડા સમય પહેલા અનુષ્કા શર્મા ને એક ક્લિનિક માંથી બહાર નીકળતી જોવા મળી હતી ત્યારથી અભિનેત્રી ની બીજી પ્રેગ્નન્સી ને લઇ ને અટકળો લગાવવામાં આવી હતી. ઘણા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યો હતું કે અનુષ્કા શર્મા બીજી વખત ગર્ભવતી છે. આ ઉપરાંત ઘણી વખત, ચાહકો તેના ફોટા જોઈને અભિનેત્રીની ગર્ભાવસ્થા વિશે અનુમાન લગાવતા રહે છે. હવે આ દરમિયાન અનુષ્કાએ એક પોસ્ટ કરી છે, જેના પછી તેની પ્રેગ્નન્સીના સમાચારે વધુ જોર પકડ્યું છે. આ પોસ્ટ પર કેટલાક ચાહકોએ તેને અભિનંદન આપવાનું પણ શરૂ કરી દીધું છે. 

 

અનુષ્કા શર્મા ની પોસ્ટ 

હાલમાં જ અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પ્રેગ્નન્સી ટેસ્ટ કીટની જાહેરાત શેર કરી છે. આ વીડિયો જોયા બાદ લોકો અનુષ્કાને તેની બીજી પ્રેગ્નન્સી માટે અભિનંદન પાઠવી રહ્યા છે. લોકોનું માનવું છે કે અનુષ્કા એ જાહેરાત ની મદદ થી તેની બીજી પ્રેગ્નન્સી વિશે સંકેત આપ્યો છે. 

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


 

આ જાહેરાત જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- ‘અમે સમજીએ છીએ કે તમે ફરીથી ગર્ભવતી છો.’ ઘણા યુઝર્સ અભિનેત્રી ને અભિનંદન આપી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ એ એડવાન્સ બુકીંગ માં કરી અધધધ આટલા કરોડની કમાણી, ફિલ્મ ને યુએઈના સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન મળ્યું આ સન્માન

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More