ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
01 ફ્રેબ્રુઆરી 2021
બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા અને વિરાટે પોતાની દીકરીની પહેલી તસવીર શેર કરી છે. તસવીરની સાથે સાથે વિરુષકા એ તેનું નામ પણ શૅર કર્યું છે. તેમણે પોતાની દીકરીનું નામ 'વામિકા' રાખ્યું છે. વામિકાનો અર્થ દુર્ગા એવો થાય છે. આમ અનુષ્કા-વિરાટે હિંદુઓમાં આસ્થાનું પ્રતિક અને શક્તિનો સ્રોત મનાતાં દેવીના નામ પરથી પોતાની દીકરીનું નામ રાખ્યું છે.
અભિનેત્રી અનુષ્કાએ સોશિયલ મીડિયામાં જે તસવીર શૅર કરી છે તેમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. જોકે દીકરીનો ચહેરો દેખાતો નથી. આ તસવીરને ગણતરીની મિનિટોમાં જ લાખો લાઈક મળી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મમ્મી પપ્પા બનેલા અનુષ્કા અને વિરાટ કોહલીએ મિડીયાને અપીલ કરી હતી કે તેમની દીકરીની તસવીર લેવાનો પ્રયત્ન ન કરો. સમય આવે અમે જાતે જ તમારી સાથે તેની તસવીર શૅર કરીશું. હવે દીકરીની તસવીની સાથે સાથે અનુષ્કાએ તેનું નામ પણ શૅર કર્યું છે.