Arbaaz Khan: અરબાઝ ખાન અને શૂરા બન્યા માતા-પિતા, તેમના ઘરે થયું નાના મહેમાન નું આગમન, ખુશીથી ઝૂમ્યો ખાન પરિવાર

Arbaaz Khan: અરબાઝ ખાન અને શૂરા માતા-પિતા બન્યા છે. શૂરા એ એક રાજકુમારી ને જન્મ આપ્યો છે. દીકરી ના જન્મ થી ખાન પરિવાર ખુશી થી ઝૂમી ઉઠ્યો છે

by Zalak Parikh
Arbaaz Khan Becomes Father Again, Wife Shura Gives Birth to Baby Girl

News Continuous Bureau | Mumbai

Arbaaz Khan: બોલીવૂડ નો જાણીતો અભિનેતા અરબાઝ ખાન ફરીથી પિતા બન્યો છે. 5 ઓક્ટોબરના રોજ તેની પત્ની શૂરા ખાનએ મુંબઈ ની હિંદુજા હોસ્પિટલ માં એક નાની દીકરીને જન્મ આપ્યો. સમગ્ર ખાન ફેમિલી માં ખુશીનો માહોલ છે. ફેન્સ અને  સેલિબ્રિટીઝ અરબાઝ અને શૂરાને પેરેન્ટ બનવા માટે અભિનંદન આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Aishwarya and Abhishek: 13 વર્ષ ની ઉંમર માં આરાધ્યા બચ્ચન બની કરોડપતિ, ઐશ્વર્યા અને અભિષેક એ દીકરી માટે આ જગ્યા એ ખરીદ્યો વીલા

અરબાઝ નો પુત્ર અરહાન અને સોહેલ પણ પહોંચ્યા હોસ્પિટલ 

અરબાઝના પહેલા લગ્નથી પુત્ર અરહાન ખાન અને ભાઈ સોહેલ ખાન પણ શૂરાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. બંનેને હોસ્પિટલ બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો ખુશીથી ઝૂમી રહ્યા છે અને દીકરીના આગમનને લઈને ઉત્સાહિત છે. સલમાન ખાન હાલ પનવેલ ફાર્મહાઉસ માં છે, પરંતુ નાની ભત્રીજીના જન્મની ખબર મળતાં જ તે તરત જ પરિવારને મળવા નીકળી પડ્યો.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


અરબાઝ ના શૂરા સાથે આ બીજા લગ્ન છે. પહેલા તે  મલાઈકા અરોરા સાથે 1998માં લગ્ન બંધનમાં બંધાયો હતો. અને તેને પુત્ર અરહાન થયો હતો. 2016માં બંનેએ છૂટાછેડા લીધા. ત્યારબાદ 2023માં અરબાઝ અને શૂરાએ  પ્રાઇવેટ વેડિંગ કર્યા હત. હવે દીકરીના જન્મથી અરબાઝ નો પરિવાર સંપૂર્ણ થઈ ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More