News Continuous Bureau | Mumbai
હાલના દિવસોમાં સોશિયલ મીડિયા (social media) પર ઘણી બોલીવુડ ફિલ્મો બાયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અક્ષય કુમારની રક્ષા બંધન, આમિર ખાન(Amir Khan)ની ‘લાલ સિંહ ચઢ્ઢા’, રિતિક રોશન(Hritik Roshan)ની ‘વિક્રમ વેધા’ અને અયાન મુખર્જી(Ayaan Mukherjee)ની ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મો ટ્વિટર પર બહિષ્કાર(Boycott)નો સૌથી નવો શિકાર છે.
બોલીવુડ(Bollywood)માં આજકાલ ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડ(Boycott trend) પર અભિનેતા અર્જુન કપૂરે તીખી પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે કહ્યું, મને લાગે છે કે અમે તેના વિશે મૌન રહીને ભૂલ કરી છે અને તે અમારી શાલીનતા હતી પરંતુ લોકોએ તેનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે. મને લાગે છે કે, આપણું કામ આપણા માટે બોલશે એવું વિચારીને આપણે ભૂલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : ફરી એકવાર કથળી રાજુ શ્રીવાસ્તવની તબિયત- તબીબોએ અભિનેતાના સ્વાસ્થ્ય લઈને આપ્યા આ મોટા અપડેટ્સ
અર્જુનનો ગુસ્સો આટલેથી જ શાંત ન થયો. આગળ તેણે કહ્યું કે, સમય આવી ગયો છે, હવે ઈન્ડસ્ટ્રીના લોકોએ એકજૂટ થઈને આ વિશે વાત કરવી જોઈએ. તેઓ એ સચ્ચાઈથી દૂર છે કે, લોકો તેમના વિશે શું લખી રહ્યા છે. અમે જ્યારે સારી ફિલ્મો કરીએ છે ત્યારે તે બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરે છે. ત્યારે લોકોએ તેને એક્ટરના નામથી નહીં પરંતુ કામના કારણે પસંદ કરવી જોઈએ