News Continuous Bureau | Mumbai
અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડીમેટ્રેડેસ તાજેતરમાં બીજી વખત ગર્ભવતી હોવાની માહિતી આપી છે. તે અર્જુન રામપાલના બીજા બાળકની માતા બનવા જઈ રહી છે. ગેબ્રિયલાએ હાલમાં જ એક ફોટોશૂટની તસવીરો શેર કરીને પ્રેગ્નન્ટ હોવાની માહિતી આપી હતી. જો કે આ પછી તેણીને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો, પરંતુ ગેબ્રિએલાએ પણ ટ્રોલર્સને જવાબ આપવામાં કોઈ કસર નહોતી છોડી.
ગેબ્રિએલા એ ફોટો શેર કરી આપી માહિતી
અર્જુન રામપાલ અને ગેબ્રિએલાએ લગ્ન નથી કર્યા પરંતુ તેઓ જીવનનો ઘણો આનંદ માણે છે. આ દરમિયાન અભિનેત્રીએ તેના બેબી બમ્પ સાથેનો ફોટો શેર કર્યો છે. આ સાથે તેને લખ્યું કે, “શું તે સાચું છે અથવા તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે.”તસવીરોમાં ગેબ્રિએલા ખૂબ જ સુંદર લાગી રહી છે. તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી છે. તેણે બેજ પ્રિન્ટેડ કોટન શર્ટ અને પેન્ટ પહેર્યું છે. આ સિવાય તેણે બ્લેક બ્રેલેટ પહેર્યું છે. તેણે તેના વાળ બાંધ્યા છે અને ગોગલ્સ પહેર્યા છે.
View this post on Instagram
એક યૂઝરે ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સને લગ્ન વિના પ્રેગ્નેન્ટ હોવાને કારણે ટ્રોલ કરી છે. તેણે લખ્યું, “તમે ક્યારે લગ્ન કરશો. તમે ભારતમાં રહો છો, જ્યાં તમારો જન્મ થયો નથી. તમે યુવાનોની માનસિકતા બગાડી રહ્યા છો.” આના પર તેણે લખ્યું છે કે, “‘હા, દુનિયામાં સુંદર જીવન લાવવાથી અહીંની માનસિકતા ખરાબ થાયછે. તમારા જેવા નાના મગજના લોકોના કારણે નહીં.”
બીજી વખત માતા બનશે ગેબ્રિએલા
તમને જણાવી દઈએ કે અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા બીજી વખત માતા બનવા જઈ રહી છે. આ પહેલા વર્ષ 2019માં ગ્રેબિએલાએ પહેલા બાળકને જન્મ આપ્યો હતો. તેમના પહેલા પુત્રનું નામ એરિક છે. હવે 36 વર્ષની ઉંમરે તે બીજી વખત માતા બનવા જઈ રહી છે.અર્જુન રામપાલે મેહર જેસિયાથી છૂટાછેડા લીધા છે. તેનાથી તેમને બે દીકરીઓ છે.ગ્રેબીએલા એક મોડેલ અને અભિનેત્રી છે. તે દક્ષિણ આફ્રિકાની રહેવાસી છે. હાલમાં અર્જુન રામપાલ અને ગ્રેબિએલા બંને તેમના ભાવિ બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે.