Arjun Rampal Hikes Fee। ‘ધુરંધર’ની સફળતા બાદ અર્જુન રામપાલે વધારી ફી! આગામી ફિલ્મ માટે વસૂલી રહ્યા છે મોટી રકમ

Arjun Rampal Hikes Fee। રણવીર સિંહની ફિલ્મમાં ‘મેજર ઇકબાલ’ બની છવાઈ ગયેલા અર્જુને વધારી ફી; અનિલ શર્માની ‘અર્જુન નાગા’ માટે મળી ૬ કરોડની ઓફર, જાણો કેટલો થયો વધારો.

by Zalak Parikh
Arjun Rampal Hikes Fee। ‘ધુરંધર’ની સફળતા બાદ અર્જુન રામપાલે વધારી ફી! આગામી ફિલ્મ માટે વસૂલી રહ્યા છે મોટી રકમ

 

News Continuous Bureau | Mumbai

Arjun Rampal Hikes Fee। વર્ષ ૨૦૨૬ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર ૨’ (Dhurandhar 2) એ બોક્સ ઓફિસ પર ૧૭૫૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મની સફળતાનો ફાયદો માત્ર રણવીર સિંહને જ નહીં, પરંતુ ફિલ્મના દરેક કલાકારને મળી રહ્યો છે. આ લિસ્ટમાં હવે અર્જુન રામપાલનું નામ પણ જોડાઈ ગયું છે. ફિલ્મમાં વિલન ‘મેજર ઇકબાલ’ના પાત્રમાં મળેલી પ્રચંડ લોકપ્રિયતા બાદ અર્જુન રામપાલે પોતાની ફીમાં ધરખમ વધારો કર્યો હોવાના અહેવાલ છે.

‘અર્જુન નાગા’માં ફરી બનશે પાવરફુલ વિલન

મળતી માહિતી મુજબ, ‘ગદર’ ફેમ ડિરેક્ટર અનિલ શર્મા તેમની આગામી ફિલ્મ ‘અર્જુન નાગા’ (Arjun Naga) ની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા લીડ રોલમાં જોવા મળશે. મેકર્સ એક દમદાર વિલનની શોધમાં હતા અને આખરે તેમણે અર્જુન રામપાલ પર પસંદગી ઉતારી છે. અનિલ શર્માની ટીમે અર્જુન માટે એક ‘માસ-અપીલિંગ’ રોલ તૈયાર કર્યો છે, જે તેની અત્યાર સુધીની ફિલ્મગ્રાફીમાં ખૂબ જ રોમાંચક સાબિત થઈ શકે છે.

૧ કરોડથી સીધા ૬ કરોડ પર પહોંચી ફી

સૌથી વધુ ચર્ચા અર્જુન રામપાલની ફીને લઈને થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, અર્જુન રામપાલને ‘ધુરંધર’ માટે અંદાજે ૧ કરોડ રૂપિયા ફી મળી હતી. જોકે, ફિલ્મની સફળતા અને તેના નેગેટિવ પાત્રની પ્રશંસા બાદ હવે તેને આગામી પ્રોજેક્ટ ‘અર્જુન નાગા’ માટે ૬ કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા છે. આમ, અર્જુને પોતાની ફીમાં સીધો ૬ ગણો વધારો કર્યો છે.

એક્શન, કોમેડી અને ડ્રામાનું પેકેજ

‘અર્જુન નાગા’ એક સંપૂર્ણ એક્શન, કોમેડી અને ડ્રામા ફિલ્મ હશે. અર્જુન રામપાલ તેના પાત્રની જે રીતે ગૂંથણી કરવામાં આવી છે તેનાથી ખૂબ ખુશ છે અને તેણે આ પ્રોજેક્ટ માટે હા પાડી દીધી છે. ‘ધુરંધર’ સિરીઝમાં તેણે રણવીર સિંહને જે રીતે ટક્કર આપી હતી, તે જોતા દર્શકો હવે તેને ‘અર્જુન નાગા’માં ફરી એકવાર ખતરનાક અંદાજમાં જોવા માટે આતુર છે.

👉 આ સમાચાર વાચો:
Ranveer Singh Box Office Records 2026| રણવીર સિંહ બન્યો બોક્સ ઓફિસનો અસલી ‘સુપર કિંગ’ વર્લ્ડવાઈડ કમાણીમાં શાહરૂખપ્રભાસને પછાડી રચ્યો નવો ઈતિહાસ; આંકડા જોઈને બોલિવૂડ પણ સ્તબ્ધ!

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More