ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
19 ડિસેમ્બર 2020
બોલિવૂડના ઘણા મોટા નામ આજકાલ એનસીબીની રડાર પર છે. પરંતુ આ બધાની વચ્ચે મોટા સમાચાર બહાર સામે આવી રહ્યા છે. અહેવાલ છે કે તપાસ દરમિયાન અભિનેતા અર્જુન રામપાલ દેશ છોડીને ભાગી ગયો છે. તાજેતરમાં જ એનસીબીએ અર્જુન રામપાલને ફરી એક વખત હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. પરંતુ અર્જુન એનસીબી સમક્ષ પૂછપરછ માટે હાજર થયો ન હતો. ત્યારે હવે તેને લઈને એક ચોંકાવનારી જાણકારી સામે આવી રહી છે.
આ સમન્સ બાદ, જ્યારે અર્જુન રામપાલ એનસીબી સમક્ષ હાજર રહ્યા ન હતા, ત્યારે તેમણે તેમના વકીલ દ્વારા 22 ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની આગામી ફિલ્મ 'નેલ પોલિશ' ના પ્રમોશનનું કામ કરી રહેલી ટીમે જાણકારી આપી છે કે છે, તેમણે માહિતી આપી છે કે, અર્જુન રામપાલ આજકાલ દેશની બહાર છે. તે પોતાના કોઈ કામને લઈને ચાલી ગયા છે.
જો આ સમાચારનું માનીએ તો આ જ કારણ છે કે શુક્રવારે અર્જુન રામપાલની મીડિયા સાથેની વાતચીત પણ મોકૂફ રાખવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે આ અર્જુન રામપાલની ફિલ્મ 'નેઇલ પોલિશ' નવા વર્ષના પહેલા દિવસે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
એનસીબીની તપાસની વચ્ચે દેશ છોડીને જનારા ફિલ્મી સ્ટાર્સમાં અર્જુન રામપાલ પહેલો નથી. આ પહેલા અભિનેત્રી સપના પબ્બી પણ સમન્સ મળતાની સાથે જ લંડન ચાલી ગઈ હતી. પછી પાછળથી તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે એનસીબીને માહિતી આપીને લંડન આવી છે.
નોંધનીય છે કે તાજેતરમાં ફરી એક વાર એનસીબીએ ફિલ્મ પ્રડ્યુસર કરણ જોહરને સમન્સ પાઠવ્યું હતું. જેના પછી આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલામાં એનસીબીએ ઘણા બોલિવૂડ સ્ટાર્સ ઉપર શિકંજો કસ્યો છે. જેમાં કરણ જોહર, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, સપના પબ્બી, અર્જુન રામપાલ, કોમેડિયન ભારતી સિંહ પણ શામેલ છે.