News Continuous Bureau | Mumbai
Arjun Rampal :આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવિંજ’ અત્યારે બોક્સ ઓફિસ પર સુનામી લાવી રહી છે. આ સફળતાની વચ્ચે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર અર્જુન રામપાલે ૨૬/૧૧ ના આતંકી હુમલા સાથે જોડાયેલી પોતાની અંગત અને હૃદયદ્રાવક યાદો શેર કરી છે. અર્જુન માટે આ ફિલ્મ માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ તે ભયાનક રાતનો બદલો લેવાની એક તક હતી.
આ સમાચાર પણ વાંચો : Shakira India Tour Cancelled: શકીરાના ચાહકોને મોટો ઝટકો! ભારત પ્રવાસ રદ; ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે ફેરવ્યું પાણી, જાણો હવે ટિકિટના પૈસાનું શું થશે?
જન્મદિવસની એ રાતે તાજ હોટલ જવાનું હતું
અર્જુન રામપાલે ખુલાસો કર્યો કે ૨૦૦૮માં જ્યારે મુંબઈ પર હુમલો થયો, ત્યારે તે પોતાના મિત્રો સાથે જન્મદિવસ મનાવવા માટે તાજ હોટલ જવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે જણાવ્યું, “હું મારા મિત્રોને લેવા માટે માહિમ પાસે એક હોટલ પહોંચ્યો જ હતો કે જોરદાર ધડાકો થયો. અમને લાગ્યું કે કોઈ ગેંગવોર છે, પણ થોડી જ વારમાં આખું મુંબઈ છાવણીમાં ફેરવાઈ ગયું. મેં મારા જન્મદિવસની આખી રાત ટીવી પર તે દ્રશ્યો જોયા જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. બીજે દિવસે સવારે ઘરે પરત ફરતી વખતે હું એટલો આઘાતમાં હતો કે મારે રસ્તામાં અનેકવાર ઉભા રહેવું પડ્યું હતું.”
View this post on Instagram
‘ધુરંધર’ ના પહેલા ભાગમાં અર્જુન રામપાલે ISI મેજર ઈકબાલની ભૂમિકા ભજવી હતી, જે ૨૬/૧૧ ના હુમલાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો. અર્જુને કહ્યું, “જ્યારે આદિત્ય ધરે મને આ સીક્વન્સ સંભળાવી, ત્યારે મને લાગ્યું કે આ મારો બદલો લેવાની તક છે. તે નકારાત્મક પાત્ર ભજવીને મેં તે નફરત અને ગુસ્સો બહાર કાઢ્યો જે મારા મનમાં વર્ષોથી દબાયેલો હતો.” ફિલ્મના બીજા ભાગમાં રણવીર સિંહનું પાત્ર ‘હમઝા’ આ મેજર ઈકબાલને મોતને ઘાટ ઉતારીને બદલો પૂરો કરે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)