News Continuous Bureau | Mumbai
Saaniya Chandok: ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર સગાઈ ના સમાચાર ચર્ચામાં છે. અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન તેંડુલકરે આ અઠવાડિયે એક અત્યંત ખાનગી કાર્યક્રમમાં સાનિયા ચંડોક સાથે સગાઈ કરી લીધી છે. ૨૫ વર્ષીય અર્જુનની ફિઆન્સે મુંબઈ સ્થિત પેટ ન્યુટ્રિશન અને વેલ્ફેર ફર્મ ‘મિસ્ટર પાઉઝ પેટ સ્પા એન્ડ સ્ટોર એલએલપી’માં ડેઝિગ્નેટેડ પાર્ટનર અને ડિરેક્ટર છે. જોકે, બંને પરિવારો દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
જાણો કોણ છે સાનિયા ચંડોક?
સાનિયા ચંડોક એક જાણીતા બિઝનેસમેન રવિ ઘાઈની પૌત્રી છે, જેઓ ગ્રેવિસ ગ્રુપના અધ્યક્ષ છે. આ ઉપરાંત, સાનિયા પોતાની કંપની ‘મિસ્ટર પાઉઝ પેટ સ્પા’માં ડિરેક્ટર છે. આ કંપનીના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે સાનિયા જ આ કંપનીની ફાઉન્ડર છે. સાનિયાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ કરીને ગ્રેજ્યુએશન કર્યું છે. તે ઉપરાંત, તેણે વર્લ્ડવાઈડ વેટરનરી સર્વિસમાંથી વેટરનરી ટેકનિશિયન ડિપ્લોમા પણ કરેલું છે.
આ સમાચાર પણ વાંચો : Vote: રાહુલ, પ્રિયંકા, અખિલેશ, ડિંપલ, અભિષેક, સ્ટાલિન… બધાએ જ કરી ‘મતચોરી’? ભાજપનો પુરાવા સાથે આરોપ
સાનિયાનો પરિવાર અને બિઝનેસ બેકગ્રાઉન્ડ
સાનિયાના દાદા રવિ ઘાઈ ગ્રેવિસ ગ્રુપના ચેરમેન છે, જે મુંબઈના હોસ્પિટાલિટી અને ફૂડ-એન્ડ-બેવરેજ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. આ ગ્રુપના મુખ્ય વેન્ચર છે, જેમાં પ્રખ્યાત ક્વોલિટી આઈસ્ક્રીમ, બ્રુકલિન ક્રીમરી અને મરીન ડ્રાઈવ પર આવેલી ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલનો સમાવેશ થાય છે. તાજેતરમાં આ પરિવાર હોટેલની માલિકીને લઈને થયેલા પારિવારિક વિવાદને કારણે પણ ચર્ચામાં હતો.
સારા તેંડુલકર સાથેની મિત્રતા અને ખાનગી સમારોહ
ઇન્ટરનેટ યુઝર્સે અર્જુનની બહેન સારા તેંડુલકર સાથે સાનિયાના કેટલાક જૂના ફોટા શોધી કાઢ્યા છે. જેમાં તેઓ આ વર્ષની શરૂઆતમાં જયપુરની એક ટ્રીપ દરમિયાન સેલ્ફી લેતા જોવા મળ્યા હતા અને તાજેતરની આઈપીએલ મેચોમાં પણ સારા સાથે હાજર હતા. સાનિયાની પબ્લિક પ્રોફાઇલ ઘણી લો-પ્રોફાઈલ રહી છે, જે તેમના ખાનગી સમારોહના નિર્ણયને દર્શાવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ સમારોહમાં માત્ર પરિવાર અને ખાસ મિત્રો જ સામેલ હતા અને હાલ કોઈ પણ પરિવારે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.