Site icon

Article 370: આર્ટિકલ 370 ના મેકર્સ ને પડ્યો મોટો ફટકો, આ દેશોમાં બેન કરવામાં આવી યામી ગૌતમ ની ફિલ્મ

Article 370: આર્ટિકલ 370 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે તેવામાં ફિલ્મ ના મેકર્સ ને મોટો ફટકો પડ્યો છે. ફિલ્મ આર્ટિકલ 370 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

article 370 film banned in gulf countries

article 370 film banned in gulf countries

News Continuous Bureau | Mumbai 

Article 370: આર્ટિકલ 370 23 ફેબ્રુઆરી એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ માં યામી ગૌતમ ને પ્રિયામણી મુખ્ય ભૂમિકા માં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાર્તા છે. આ એક રાજકીય ડ્રામા છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો છે અને કલમ 370 હટાવ્યા બાદ ત્યાં કેવી સ્થિતિ સર્જાઈ છે. આ ફિલ્મ ની વાર્તા લોકો ને ખુબ પસંદ આવી રહી છે, તેમજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. હવે આ બધા ની વચ્ચે ફિલ્મ ના મેકર્સ ને મોટો ફટકો પડ્યો છે. આ ફિલ્મ ગલ્ફ દેશો માં બેન કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Raha kapoor: રિશી કપૂર કે રાજ કપૂર જેવી નહીં પરિવાર ના આ વ્યક્તિ જેવી દેખાય છે રાહા કપૂર, નાના મહેશ ભટ્ટે કર્યો ખુલાસો

આર્ટિકલ 370 થઇ ગલ્ફ દેશો માં બેન 

વાત એમ છે કે, પર્સિયન ગલ્ફની સરહદે કુલ 6 મુસ્લિમ દેશો આવેલા છે, જેને ગલ્ફ કહેવામાં આવે છે. જેમાં કુવૈત, ઓમાન, સાઉદી આરબ અમીરાત, કતાર અને બહેરીનનો સમાવેશ થાય છે. જો કે આ 6 દેશોમાંથી UAEમાં કલમ 370 પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ બાકીના 5 દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

 

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version