ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
લક્ઝરી જહાજ પરથી ડ્રગ્સ મળવાના કેસમાં પકડાયેલા આર્યન ખાનને કોઈ રાહત મળી નથી
પ્રાપ્ત જાણકારી મુજબ આર્યન ખાને નોંધાવેલી જામીન અરજી પરની સુનાવણી મુંબઈ હાઈકોર્ટે આજે મુલતવી રાખી છે અને આવતીકાલે બપોરે 2.30 વાગ્યે સુનાવણી ફરી શરૂ કરાવશે.
સાથે જ અરબાઝ મરચંટ અને મુનમુન ધામેચાએ પણ જામીન અરજી નોંધાવી છે. તેની ઉપર પણ ન્યાયમૂર્તિ નીતિન સામ્બ્રેની બેન્ચ આવતીકાલે નિર્ણય લેશે.
અગાઉ, સેશન્સ કોર્ટ અને અગાઉ પણ મેજિસ્ટ્રેટ કોર્ટે આર્યન ખાનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આર્યન ખાન છેલ્લા 24 દિવસથી NCB કસ્ટડીમાં હતો અને પછી આર્થર રોડ જેલમાં ખસેડવામાં આવ્યો છે.