News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો મોટો પુત્ર આર્યન ખાન બોલિવૂડના સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. કિંગ ખાને ઘણીવાર કહ્યું છે કે આર્યનને એક્ટિંગમાં રસ નથી અને તે ફિલ્મ મેકિંગ અને ક્રિએટિવ વર્ક તરફ તેનો ઝુકાવ છે. દરમિયાન, એવા અહેવાલો છે કે હવે, તે એક અભિનેતા તરીકે નહીં પરંતુ એક વેબ સિરીઝથી લેખક તરીકે ડેબ્યૂ કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિરીઝ માટે ઘણા કલાકારોએ ઓડિશન આપ્યું છે, જો કે હજુ સુધી કોઈનું નામ ફાઈનલ થયું નથી. આ સિરીઝ પર જે ઝડપે કામ ચાલી રહ્યું છે, તે જોતા આશા છે કે આ સિરીઝ આવતા વર્ષ સુધીમાં રિલીઝ થઈ જશે. આ વેબસીરીઝ વિશે હજુ સુધી કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આર્યન નેટફ્લિક્સની સીરિઝ ‘બાર્ડ ઑફ બ્લડ’માં લેખક બિલાલ સિદ્દીકી સાથે કામ કરી રહ્યો છે. આ સિરીઝનું નિર્માણ શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સિરીઝમાં જર્સી એક્ટર પ્રીત કામાની જોવા મળશે. અગાઉ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આર્યન એક કોમેડી સિરીઝની સ્ક્રિપ્ટ પણ લખી ચૂક્યો છે, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર આધારિત છે. આર્યન એક્ટર નહીં ડિરેક્ટર બનવા માંગે છે. તેણે યુએસમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ પણ કર્યો છે. આર્યન યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી ગ્રેજ્યુએટ થયો છે.
આ સમાચાર પણ વાંચો :અભિનય માં નહીં પરંતુ આ ક્ષેત્ર માં પોતાનું નામ કમાવવા માંગતી હતી બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત -જાણો અભિનેત્રી ના એજ્યુકેશન વિશે
તાજેતરમાં આર્યન ખાન ‘મજામાં’ના પ્રીમિયરમાં તેની બહેન સુહાના સાથે જોવા મળ્યો હતો. ફિલ્મના પ્રીમિયરમાં અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા, કરણ જોહર, શર્વરી વાઘ, નોરા ફતેહી અને અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યૂ કરી રહી છે. શાહરૂખ ખાનના બાળકો સુહાના અને આર્યન દરરોજ હેડલાઇન્સમાં રહે છે.