Site icon

Aryan Khan: આર્યન ખાન ના લકઝરી બ્રાન્ડ ની કિંમત સાંભળી તમને પણ આવી જશે ચક્કર, એક જેકેટ માં તો આવી જાય આઈફોન, સ્ટારકિડ ની બ્રાન્ડ પર લોકો એ કરી મજેદાર કૉમેન્ટ્સ

Aryan Khan: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને તેની લક્ઝરી ક્લોથિંગ બ્રાન્ડ ડાયવોલ એક્સનું નવું કલેક્શન બહાર પાડ્યું છે. જેની કિંમત રૂ. 16,000 થી શરૂ થાય છે. કેટલાક ડ્રેસનું કલેક્શન એટલું મોંઘું છે કે તમે એટલા પૈસામાં એક આઈફોન ખરીદી શકશો

aryan khan launch new d yavol x collection

aryan khan launch new d yavol x collection

News Continuous Bureau | Mumbai 

Aryan Khan: આર્યન ખાને 2023માં તેની ક્લોથીંગ ડાયવોલએક્સ ના કેટલાક કલેક્શન લોન્ચ કર્યા હતા જે ખૂબ જ મોંઘા હતા. પહેલું કલેક્શન ઝડપથી વેચાઈ ગયું, જેમાં શાહરૂખ ખાનના હસ્તાક્ષરવાળી હૂડી સહિતની ઘણી વસ્તુઓ ‘X’ સાથે થોડા કલાકોમાં જ વેચાઈ ગઈ, જેની કિંમત રૂ. 2,00,555 હતી. હવે ફરી એક વાર આર્યન ખાન ની ક્લોથિંગ બ્રાન્ડ ડાયવોલએક્સ નું નવું કલેક્શન આવ્યું છે જેની કિંમત સાંભળી તમને પણ ચક્કર આવી જશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ed shreeran: એડ શીરન ની ગાયિકી માં ખોવાયો શાહરુખ ખાન, મન્નત માં થયો ગાયક નો પ્રાઇવેટ કોન્સર્ટ,જુઓ વિડિયો

 

આર્યન ખાન ની ક્લોથીંગ બ્રાન્ડ ના નવા કલેક્શન ની કિંમત 

હાલમાં જ આર્યનએ એક નવું કલેક્શન લોન્ચ કર્યું છે જેમાં પિતા શાહરૂખ ખાન અને બહેન સુહાના ખાનને મોડેલ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ‘ટ્રિપલ થ્રેટ’ નામની નવી શ્રેણી X-2, હૂડીઝ, ટી-શર્ટ્સ, ક્રોપ ટોપ્સ અને ડેનિમ જેકેટ્સ સહિતની શ્રેણીબદ્ધ કલેક્શન ઓફર કરે છે, જેની કિંમત ખુબ વધારે છે. 


લિમિટેડ એડિશન કલેક્શનની એક ખાસિયત ડેનિમ જેકેટ છે, જેની કિંમત 99,000 રૂપિયા છે. હૂડીઝની કિંમત 41,000 અને 40,000 રૂપિયા છે. જ્યારે ક્રોપ ટોપ ની કિંમત રૂ.16,000 છે. પોસ્ટરમાં શાહરૂખ ખાન અને આર્યન ખાને રજૂ કરેલા ટી-શર્ટની કિંમત 21,500 રૂપિયા છે. આ સિવાય નવા કલેક્શનમાં 35,000 રૂપિયાની કિંમતના કાર્ગો પેન્ટ ઉમેરવામાં આવ્યા છે. આ કિંમત સાંભળી કેટલાક યુઝરે કમેન્ટ કરી લખ્યું, ‘સર, તમારા કપડાં ખરીદવા માટે મારે બેંકમાંથી લોન લેવી પડશે.’ અન્ય એકે લખ્યું, ‘જો શાહરૂખ બ્રાન્ડ નેમ સાથે જોડાયો ન હોત તો આ બધા કપડા 1000 રૂપિયાથી પણ ઓછા ભાવે વેચાયા હોત.’ આ સાથે લોકો શાહરુખ ખાન ને કપડાં ની કિંમત ઓછી કરવા માટે પણ કહી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version