News Continuous Bureau | Mumbai
Aryan Khan: શાહરૂખ ખાને 2 નવેમ્બરે પોતાનો 58 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસ પર કિંગ ખાને એક ભવ્ય પાર્ટી નું આયોજન કર્યું હતું. આ પાર્ટી માં બોલિવૂડની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કરીના કપૂર, કરિશ્મા કપૂર,આલિયા ભટ્ટ, રણબીર કપૂર તેમજ બોલિવૂડ ના અન્ય લોકો પણ હાજર રહ્યા હતા. આ પ્રતિ ની અંદર ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. હવે શાહરૂખના પુત્ર આર્યન ખાનની પાર્ટીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે તેના મિત્રો સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો
બ્લેક આઉટફિટ માં જોવ મળ્યો આર્યન ખાન
શાહરૂખ ખાનના જન્મદિવસની પાર્ટીમાં આર્યન ખાન ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો. આ ઓલ બ્લેક લુક માં આર્યન ખાન હેન્ડસમ લાગી રહ્યો હતો. આર્યન ખાને તેના મિત્રો વેદાંત મહાજન અને કરણ મહેતા સાથે પોઝ આપ્યો હતો.
View this post on Instagram
આર્યન ખાને આપ્યો ઓરી સાથે પોઝ
શાહરુખ ખાન ની બર્થડે પાર્ટી ની અન્ય એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં આર્યન ઓરહાન અવત્રામાની એટલેકે ઓરી સાથે પાર્ટીમાં પોઝ આપતો જોવા મળે છે.
View this post on Instagram
આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે અને આ અગાઉ શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન ની તસવીરો વાયરલ થઇ હતી.
આ સમાચાર પણ વાંચો : International Film Festival of India: 54મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં 20થી 28 નવેમ્બર સુધી યોજાશે