Aryan Khan: આર્યન ખાન તેની વેબ સિરીઝ ‘The Bad’s of Bollywood’ ના ઇવેન્ટ દરમિયાન મીડિયા સમક્ષ થયો ભાવુક, કહી આવી વાત

Aryan Khan: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન ની ડેબ્યૂ વેબ સિરીઝ ‘The Bad’s of Bollywood’થી, 18 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

by Zalak Parikh
Aryan Khan Nervous Ahead of Debut, Asks Media for Forgiveness in Case of Mistake

News Continuous Bureau | Mumbai

Aryan Khan:  શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન પોતાની પહેલી વેબ સિરીઝ ‘The Bad’s of Bollywood’ દ્વારા ડેબ્યુ કરી રહ્યો  છે. આ શોનું પ્રિવ્યૂ ઇવેન્ટ યોજાયું હતું જ્યાં આર્યને પહેલીવાર મીડિયા સમક્ષ ભાષણ આપ્યું. તેમણે જણાવ્યું કે તેઓ ખૂબ જ ઘબરાયેલા છે અને જો કોઈ ભૂલ થઈ જાય તો માફી માંગે છે. આર્યનના ભાષણ દરમિયાન શાહરુખ ખાન પણ મંચ પર આવ્યા અને હાસ્ય ભર્યું વાતારણ સર્જાયું.

આ સમાચાર પણ વાંચો : SRK Mannat Security: આ વ્યક્તિ બનીને ‘મન્નત’ ઘુસવાનો ઈનફ્લુએન્સર નો અનોખો પ્રયાસ, શાહરુખ ખાનના ગાર્ડે ખોલી પોલ

આર્યનનું ભાષણ: “ટોર્ચ સાથે કાગળ પણ લાવ્યો છું!”

આર્યનએ જણાવ્યું કે તેમણે ભાષણ માટે ઘણી પ્રેક્ટિસ કરી છે, છતાં પણ તેઓ ખૂબ નર્વસ છે. “મેં  ટેલિપ્રોમ્પ્ટર પર ભાષણ લખાવ્યું છે, અને જો લાઈટ જતી રહે તો કાગળ પર લખેલું ભાષણ પણ લાવ્યો છું… ટોર્ચ સાથે!” – એમ આર્યને કહ્યું. “અને જો એ પછી પણ ભૂલ થઈ જાય તો… પપ્પા છે ને!” – એમ કહીને હાસ્યનું વાતાવરણ સર્જાયું. આર્યનના ભાષણ દરમિયાન શાહરુખ ખાન મંચ પર આવ્યા અને પોતાની પીઠ મીડિયા તરફ કરી. તેમની પીઠ પર આર્યનના ભાષણનું પ્રિન્ટઆઉટ લગાવેલું હતું, જેને જોઈને સમગ્ર હોલમાં હાસ્ય ફેલાઈ ગયું. આ મોમેન્ટ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યું છે.


આ વેબ સિરીઝમાં સહેર બાંબા, લક્ષ્ય, બોબી દેઓલ, મનોજ પાહવા, મોના સિંહ, રાઘવ જુયાલ અને ગૌતમી કપૂર જેવા કલાકારો જોવા મળશે. શો 18 સપ્ટેમ્બર 2025ના રોજ Netflix પર સ્ટ્રીમ થશે. આર્યનએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ પર તેમણે ચાર વર્ષ સુધી કામ કર્યું છે અને અનેક રીટેક્સ પછી આખી ટીમે શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More