Site icon

નેપોટિઝ્મ ના બાદશાહ ગણાતા કરણ જોહર ને આ સ્ટાર કીડે આપ્યો 440 વોલ્ટનો ઝટકો-સ્ટાર કિડ ને લોન્ચ કરવાનું તૂટી ગયું સપનું

 News Continuous Bureau | Mumbai

બોલિવૂડ માં નેપોટિઝમ (nepotism) ના બાદશાહ ના નામે જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) ને 440 વોલ્ટ નો ઝટકો .લાગ્યો છે. સ્ટાર કિડ ને લોન્ચ કરવા માટે પંકાયેલા કરણ જોહર ને સ્ટાર કીડે જ ઠેંગો બતાવ્યો છે. મીડિયામાં આવી રહેલા સમાચારો મુજબ કરણ જોહરે મીડિયાને કહ્યું હતું કે આર્યન જલ્દી જ પોતાનો અભ્યાસ પૂરો કરશે, ત્યારબાદ તે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના (Shah Rukh Khan) પુત્રને ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કરશે. પરંતુ નિર્માતા ના આ સપના પર પાણી ફરી વળ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આર્યન ખાને (Aryan Khan) કરણ જોહરની તેને હીરો તરીકે ફિલ્મોમાં લોન્ચ કરવાની ઓફર ઠુકરાવી દીધી છે.



Join Our WhatsApp Community

ફિલ્મો માં લોન્ચ થયા પહેલા જ આર્યન ખાન ખુબ લોકપ્રિય છે. આર્યન ના ચાહકો પણ લાંબા સમય થી રાહ જોઈ રહ્યા છે કે તે પણ તેના પિતા ની જેમ અભિનય (acting) ની દુનિયા માં મોટું નામ કમાય.પરંતુ સૂત્રો અનુસાર કિંગ ખાનના દીકરા આર્યન ને એક્ટિંગ માં કોઈ જ રસ નથી તેને પડદા પાછળ ની દુનિયા માં રસ છે. આર્યન ની ઈચ્છા લેખક-દિગ્દર્શક બનવાની છે. મીડિયા માં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણ જોહરે આર્યનને અંગત રીતે કહ્યું કે તે તેને હીરો (hero) તરીકે ફિલ્મોમાં લૉન્ચ કરવા માંગે છે, પરંતુ આર્યન તૈયાર નથી.કરણે આર્યનને ધર્મા પ્રોડક્શનમાંથી (Dharma Production) એક નહીં પરંતુ ત્રણ વખત લોન્ચ કરવાની ઓફર કરી હતી અને દરેક વખતે તેને ‘ના’ નો જ જવાબ મળ્યો હતો.પરિવારના ખૂબ જ નજીકના સૂત્રોનું કહેવું છે કે કરણ જોહર (Karan Johar)વર્ષોથી મીડિયામાં કહેતો આવ્યો છે કે આર્યન મોટો થશે ત્યારે હું તેને ફિલ્મોમાં લૉન્ચ કરીશ. તે મારા બાળક જેવો છે. મેં તેમને મારા ખોળામાં ખવડાવ્યો છે અને મારી નજર સમક્ષ તેને મોટો થતા જોયો છે.તમને જણાવી દઈએ કે કરણ જોહર શાહરુખ ખાન ના ખુબ નજીક નો મિત્ર છે તેટલું જ નહિ શાહરુખ તેને ફેમિલી મેમ્બર (family member) જ સમજે છે.

આ સમાચાર પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો! ધનુષ્યબાણ ચિહ્નને લઈને દિલ્હી હાઈકોર્ટે લીધો આ મોટો નિર્ણય

મીડિયામાં આવતા અહેવાલ અનુસાર, ‘કરણ જોહર આર્યન ખાન પાસે ફિલ્મની ઓફર (film offer) લઈને ગયો હતો. કરણ જોહર ખૂબ જ ગંભીર(serious) હતો પરંતુ આર્યન ખાને તેની વાત ન સાંભળી. કરણ જોહરને લાગ્યું કે આર્યન ખાન હજુ બાળક  છે અને થોડા સમય પછી તે સમજી જશે પરંતુ આર્યન તેની ઓફરને સતત નકારી રહ્યો છે. હવે કરણ જોહરે આર્યન ખાનને એક્ટર બનવાનું કહેવાનું બંધ કરી દીધું છે. આર્યન ખાન ફિલ્મમેકર (film maker) બનવા માંગે છે. આર્યન દેખાવમાં ખૂબ જ સુંદર છે પરંતુ તેને ફિલ્મ નિર્માણના અન્ય વિભાગોમાં રસ છે. નોંધનીય છે કે,કરણ જોહરને લૉન્ચ માટે પૂછવાનો આર્યનનો ઇનકાર તેને આ ખાન પરિવાર તરફથી બીજો ફટકો છે. આ પહેલા શાહરૂખની પુત્રી સુહાના ખાને પણ કરણ જોહરના લોન્ચિંગના પ્લાનને ફગાવી દીધો હતો. તે કરણ જોહરની ફિલ્મ નહિ પરંતુ ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ માં જોવા મળશે.

 

Akshay Kumar: આરવને અભિનેતા બનતા જોવા માંગે છે અક્ષય કુમાર, પણ પિતાની ઈચ્છા થી અલગ આ કામ કરવા માંગે છે પુત્ર
Jaya Bachchan: દુર્ગા પંડાલમાં કાજોલને જોઈને ખુશ થઇ ગઈ જયા બચ્ચન,બંને નું ખડખડાટ હાસ્ય જોઈને લોકો એ આપી આવી પ્રતિક્રિયા
The Raja Saab Trailer: સંજય દત્ત ના ખૂંખાર લુક સાથે પ્રભાસની હોરર-કોમેડી ‘ધ રાજા સાબ’ નું ટ્રેલર થયું રિલીઝ
Aishwarya Rai Viral Video: પેરિસ ફેશન વીકમાં એશ્વર્યા રાય એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ
Exit mobile version