Aryan Khan: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાને પોતાના ડિરેક્ટોરિયલ ડેબ્યૂના પ્રસંગે પહેરી કરોડોની ઘડિયાળ, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Aryan Khan: શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાન અભિનેતા તરીકે નહીં પરંતુ નિર્દેશક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આર્યન ખાને પોતાના ડિરેક્ટોરિયલ ડેબ્યૂના પ્રસંગે કરોડોની ઘડિયાળ પહેરી હતી

by Zalak Parikh
Aryan Khan Wears 1.43 Crore Watch at His First Public Event

News Continuous Bureau | Mumbai

Aryan Khan: બોલીવૂડના કિંગ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન પણ લક્ઝરી અને બ્રાન્ડેડ  વસ્તુઓના શોખીન છે. તાજેતરમાં પોતાના પ્રથમ જાહેર ઇવેન્ટમાં આર્યન એક એવી ઘડિયાળ પહેરીને આવ્યા કે જેના ભાવ સાંભળી સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયા. આ ઇવેન્ટ તેમના ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ‘The Ba**ds of Bollywood’ના પ્રિવ્યુ લોન્ચનો હતો, જ્યાં આર્યનનો લુક અને ઘડિયાળ બંને ચર્ચાનો વિષય બની ગયા.

આ સમાચાર પણ વાંચો : Sanjay Dutt Daughter: સંજય દત્ત ની દીકરી ઇકરા ને જોઈ લોકો ને આવી આ અભિનેત્રી ની યાદ, જુઓ વિડીયો

આર્યન ખાને પહેરી Patek Philippe ની કરોડોની ઘડિયાળ

આર્યન ખાને ઓલ બ્લેક  લુકમાં Patek Philippe Nautilus White Gold Watch પહેરી હતી, જેની માર્કેટ કિંમત અંદાજે  1.43 કરોડ છે. બ્લેઝર, ઓપન કોલર શર્ટ અને પોલિશ્ડ ડ્રેસ શૂઝ સાથે આર્યનનો ક્લાસી લુક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ રહ્યો. આ ઘડિયાળ તેના લુકને પાવર સ્ટેટમેન્ટ  માં ફેરવી દીધી.આ ઇવેન્ટમાં શાહરુખ ખાન પણ પોતાના શાનદાર લુકમાં જોવા મળ્યા. તેમણે Audemars Piguet Jules Audemars Minute Repeater Platinum Skeleton Dial પહેરી હતી, જેની કિંમત  3.94 કરોડ છે. 

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)


આર્યન ખાન નો ડિજીટલ ડિરેક્ટોરિયલ ડેબ્યૂ શો ‘The Ba**ds of Bollywood’ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર આધારિત છે. આ શોમાં લક્ષ્ય, બોબી દેઓલ, સહેર બાંબા, મોના સિંહ અને રાઘવ જુયાલ મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ કરણ જોહર, રણવીર સિંહ અને સલમાન ખાન જેવા મોટા નામો કેમિયો (Cameo)માં જોવા મળશે. આ શો 18 સપ્ટેમ્બર 2025ના રોજ Netflix પર રિલીઝ થવાનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More