News Continuous Bureau | Mumbai
Aryan khan: શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ને અભિનય માં બિલકુલ રસ નથી. આ વાત નો ખુલાસો શાહરુખ ખાને પહેલા જ કર્યો હતો. હવે આર્યન ખાન સ્ક્રિપ્ટ રાઈટર અને ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આર્યન ખાન વેબ સિરીઝ સ્ટારડમ થી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.આ વેબ સિરીઝ ની સ્ટારકાસ્ટ ને લઈને ખુબ ચર્ચા ચાલી હતી. ચાહકો આ વેબ સિરીઝ સાથે જોડાયેલી દરેક વસ્તુ જાણવા માંગે છે. હવે આ વેબ સિરીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
આર્યન ખાન ની વેબ સિરીઝ સ્ટારડમ ની વાર્તા
એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘આર્યન ખાનની વેબ સિરીઝ ‘સ્ટારડમ’ દિલ્હીના એક છોકરાની જર્ની બતાવશે. આ છોકરાનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું હાંસલ કરવાનું સપનું છે. આ એક એવા છોકરાની વાર્તા છે જે પોતાનું ‘સ્ટારડમ’ હાંસલ કરવા માટે ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. આ વાર્તા આપણને શાહરૂખ ખાનની સફરની યાદ અપાવે છે અને તેની વાર્તા કહેવા માટે તેના પુત્ર કરતાં વધુ સારું કોણ હોઈ શકે.’ સૂત્રએ વધુમાં ઉમેર્યું કે, ‘એવું ચોક્કસ કહી શકાય નહીં કે આખી વેબ સિરીઝ શાહરૂખ ખાનના જીવન પર આધારિત છે. આ બાયોપિક નથી. પરંતુ દિલ્હીના છોકરાની વાર્તા ચોક્કસપણે બતાવવામાં આવશે.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે સ્ટારડમ દ્વારા આર્યન ખાન એક નિર્દેશક તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ વેબ સિરીઝ ના 6 એપિસોડ હશે.
આ સમાચાર પણ વાંચો : Sara ali khan: સારા અલી ખાન માટે ખાસ રહ્યું વર્ષ 2023, અભિનેત્રી એ વિડીયો શેર કરી બતાવી ઝલક