News Continuous Bureau | Mumbai
Parineeti and raghav wedding: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ ની તેમની પહેલી તસવીર સામે આવી હતી જેમાં પરિણીતી પિંક સાડી માં અને રાઘવ બ્લેક એન્ડ વ્હાઇટ સૂટ માં જોવા મળ્યો હતો.આ તસવીર તેમના રિસેપ્શનની હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં તેમના ચાહકો જાણવા માંગે છે કે શું હવે રિસેપ્શન પાર્ટી નહીં હોય? આ અંગે કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર પરિણીતી રાઘવ ની બે રિસેપ્શન પાર્ટી થશે
આ સમાચાર પણ વાંચો : Ishaan khatter: ચોરી પકડાઈ ગઈ! અનન્યા પાંડે સાથે ના બ્રેકઅપ બાદ આ યુવતી સાથે જોડાયું ઈશાન ખટ્ટર નું નામ, હાથ માં હાથ નાખી સાથે જોવા મળ્યું કપલ
પરિણીતી રાઘવ નું રિસેપ્શન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્ન બાદ સાંજે ઉદયપુરમાં જ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નમાં આવેલા તમામ મહેમાનોએ હાજરી આપી હતી. પરંતુ આ સિવાય હજુ રિસેપ્શન પાર્ટી યોજવાની બાકી છે, તે પણ કપલ એક નહીં પરંતુ બે રિસેપ્શન પાર્ટીઓનું આયોજન કરવા જઈ રહ્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પરિણીતી-રાઘવ એક રિસેપ્શન પાર્ટી દિલ્હીમાં કરશે જ્યારે બીજી પાર્ટી મુંબઈમાં યોજાશે.મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં યોજાનારી રિસેપ્શન પાર્ટીમાં રાજકીય પરિવારની હસ્તીઓ હાજરી આપશે. તેમજ પરિણીતી મુંબઈમાં તેના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને નજીકના લોકો માટે એક અલગ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવા જઈ રહી છે. આમાં ઘણી મોટી ફિલ્મી હસ્તીઓ ભાગ લેશે તેવી ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ઓનલાઈન વાઈરલ થયેલા તેમના લગ્નના કાર્ડ મુજબ, કપલ 30 સપ્ટેમ્બરે ચંદીગઢમાં પણ રિસેપ્શન યોજશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી..