ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
આશા પારેખ, વહિદા રહેમાન અને હેલન એક સમયે તેમની અભિનય અને સુંદરતા તેમ જ તેમની ગાઢ મિત્રતા માટે જાણીતી છે. આ ત્રિપુટી લૉકડાઉન પહેલાંઆંદામાનની યાત્રા પર ગઈ હતી. થોડા દિવસ બાદ ટ્રિપના ફોટા સોશિયલ મીડિયા પર લીક થયા હતા. આ ફોટા જોયા બાદ આ ત્રણેય અભિનેત્રીઓ ગુસ્સે થઈ ગઈ છે.
તાજેતરમાં મીડિયાને આપેલી મુલાકાતમાં પણ આશા પારેખે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે “હેલન, વહિદા અને હું લૉકડાઉન પહેલાં માર્ચમાં આંદામાન ગયાં હતાં. આ અમારી ખાનગી સફર હતી, પરંતુ અમારી સફરના ફોટા સોશિયલ મીડિયા પર લીક થયા હતા અને એ ખાનગી રહી નથી. અમને ખબર નથી કે અમારા ફોટા કોણે પાડ્યા.
કિરણ ખેરનું કૅન્સર સંદર્ભે ઑપરેશન થયું, હાલ આવી છે તબિયત
તેમણે ઉમેર્યું હતું કે “લોકોને હવે કોઈના ફોટા લીક કરવા માટે પરવાનગીની જરૂર નથી. વળી, અમારે ‘દિલ ચાહતા હૈ’ની સિક્વલમાં કામ કરવું જોઈએ એવી કમેન્ટ્સ પણ અમુક લોકોએ કરી હતી.”