News Continuous Bureau | Mumbai
જો કે કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, પરંતુ જો કોઈના લગ્ન 50-60 વર્ષમાં થઈ જાય તો તે ચોક્કસથી થોડું અજીબ લાગે છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર આશિષ વિદ્યાર્થિએ લગ્ન કરી લીધા છે, તેમણે 60 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કર્યા છે. મળતી માહિતી મુજબ, તેણે આસામની રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. પ્રખ્યાત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સ્ટાર આશિષ વિદ્યાર્થિએ આસામની ફેશન ઉદ્યોગસાહસિક રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. અભિનેતાએ તેની લાંબી અને શાનદાર કારકિર્દીમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, અંગ્રેજી, ઉડિયા, મરાઠી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.
લગ્ન ને લઇ ને આશિષ વિદ્યાર્થી એ કહી આ વાત
આશિષ વિદ્યાર્થી ના પ્રથમ લગ્ન અભિનેત્રી શકુંતલા બરુઆ ની પુત્રી રાજોશી બરુઆ સાથે થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં આશિષ વિદ્યાર્થિએ કહ્યું, “મારા જીવનના આ તબક્કે રૂપાલી સાથે લગ્ન કરવા એ અસાધારણ લાગણી છે. અમે સવારે કોર્ટ મેરેજ કર્યા અને પછી સાંજે ગેટ-ટુગેધર. જ્યારે આશિષ વિદ્યાર્થિ ને પૂછવામાં આવ્યું કે બંને ક્યારે અને ક્યાં મળ્યા? પછી આશિષે પ્રશ્ન ટાળ્યો. તેણે કહ્યું, ‘એ બહુ લાંબી વાર્તા છે. તેના વિશે બીજા દિવસે વાત કરીશું.જ્યારે રૂપાલીએ જવાબ આપ્યો, ‘અમે થોડા સમય પહેલા મળ્યા હતા. મુલાકાત બાદ અમે અમારા સંબંધોને આગળ વધારવાનું નક્કી કર્યું. પરંતુ, અમે બંને નાના પારિવારિક લગ્ન કરવા માંગતા હતા.’
આ સમાચાર પણ વાંચો: બિગ બોસ ફેમ આ ડાન્સર અને તેની ટીમ પર થયો હુમલો, ફરિયાદ નોંધવાને બદલે પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી સેલ્ફી, જાણો સમગ્ર મામલો
આશિષ વિદ્યાર્થી નું વર્ક ફ્રન્ટ
આશિષ વિદ્યાર્થિએ અત્યાર સુધીમાં 11 ભાષાઓમાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, તેમને તેમની પ્રથમ ફિલ્મ દ્રોહકલ માટે 1995 માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. હાલમાં તે એક યુટ્યુબ ચેનલ ચલાવે છે જ્યાં તે ફૂડ વિશે વ્લોગ બનાવે છે અને પોતાના વિશે વાત કરે છે.આશિષ છેલ્લે વેંકટેશ દગ્ગુબાતી, રાણા દગ્ગુબાતી, સુચિત્રા પિલ્લઈ, ગૌરવ ચોપરા અને સુરવીન ચાવલા અભિનીત ક્રાઈમ વેબ સિરીઝ રાણા નાયડુમાં જોવા મળ્યો હતો. આશિષ પ્રશાંત નાયર, કેવિન લુપરચિયો દ્વારા લખાયેલી અને પ્રશાંત નાયર અને રણદીપ ઝા દ્વારા દિગ્દર્શિત Netflix ટ્રાયલ બાય ફાયર શ્રેણીનો પણ એક ભાગ હતો. આશિષ વિદ્યાર્થિ ‘સ્કોર્પિયન’, ‘ઝિદ્દી’, ‘અર્જુન પંડિત’, ‘વાસ્તવ’, ‘બાદલ’ જેવી ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવતો જોવા મળ્યો છે.