Asim riaz: શું ખરેખર ખતરો કે ખિલાડી વિજેતા કરણ વીર મેહરા પર ગુસ્સે થયો આસિમ રિયાઝ? વગર કોઈનું નામ લીધે અભિનેતા એ કહી આવી વાત

Asim riaz: કરણ વીર મેહરા ખતરો કે ખિલાડી નો વિજેતા છે તાજેતર માં કરણ એ શો જીત્યા બાદ આસિમ રિયાઝ વિશે ટિપ્પણી કરી હતી જે બાદ હવે આસિમ ની એક પોસ્ટ સામે આવી છે. દાવો કરવામાં આવે છે કે આસિમે કરણ વીર મેહરા માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે.

by Zalak Parikh
asim riaz shares cryptic post for khatron ke khiladi 14 winner karan veer mehra

News Continuous Bureau | Mumbai

Asim riaz: ખતરો કે ખિલાડી ને તેનો વિજેતા મળી ચુક્યો છે. કરણ વીર મેહરા એ આ શો ને જીત્યો છે. આ શો માં આસીમ રિયાઝે પણ ભાગ લીધો હતો પરંતુ આસિમ રિયાઝે શોના પહેલા જ અઠવાડિયામાં રોહિત શેટ્ટી સાથે ગેરવર્તણૂક કરી હતી, જેના કારણે તેને શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો.તાજેતર માં કરણ એ શો  જીત્યા બાદ આસિમ રિયાઝ વિશે ટિપ્પણી કરી હતી જે બાદ હવે આસિમ ની એક પોસ્ટ સામે આવી છે. દાવો કરવામાં આવે છે કે આસિમે કરણ વીર મેહરા માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Anupama leap: અનુપમા માં લિપ બાદ આ પાંચ કલાકારો કહેશે શો ને અલવિદા!વાર્તા માં આવશે મોટો ફેરફાર, જાણો વિગત

આસીમ રિયાઝ ની પોસ્ટ થઇ વાયરલ 

આસીમ રિયાઝે તેના એક્સ પર એક પોસ્ટ પોસ્ટ કરી, જેણે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી. આસિમે લખ્યું, ‘તે ઘટિયા માણસ મને બદનામ કરીને બતાવવા માંગે છે કે 40 વર્ષની ઉંમરે મેં કંઈક કર્યું છે.’ જોકે આસિમે આ પોસ્ટમાં કોઈનું નામ નથી લખ્યું, પરંતુ આસિમે જે રીતે પોતાનો વિચાર વ્યક્ત કર્યો તે જોઈને બધાએ તેને કરણ વીર મેહરા સાથે જોડી દીધું છે. ચાહકોનું માનવું છે કે આસિમે આ પોસ્ટમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો છે


આસીમ ની આ પોસ્ટ પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યાં એક તરફ કરણ વીર મહેરાના ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે તો બીજી તરફ આસિમના ફેન્સ પણ સમર્થનમાં ઉભા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More