Site icon

જ્યોતિષીએ ટ્વિંકલ ખન્નાના લગ્ન વિશે કરી હતી આ ભવિષ્યવાણી, અભિનેત્રીએ કર્યો ખુલાસો; જાણો વિગત

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

મંગળવાર

Join Our WhatsApp Community

ટ્વિંકલ ખન્ના એક અભિનેત્રી છે. ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાની દીકરી છે. અક્ષય કુમાર તેનો પતિ છે. તેને અનેક પુસ્તકો લખ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. લોકપ્રિય મુદ્દાઓ પર લખતી  રહે છે. હાલમાં જ તેમનો અને જેકી શ્રોફનો એક ઈન્ટરવ્યુ આવ્યો હતો. બંને એક યુટ્યુબ ચેનલ પર સાથે ચેટ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ કેટલીક એવી વાતો જણાવી જે થોડી ચોંકાવનારી છે.

ટ્વીક ઈન્ડિયા ચેનલમાં એક ખાસ વાતચીત દરમિયાન બંને સેલેબ્સે જીવનના ઘણા ખુલાસા કર્યા. જેકી શ્રોફે કહ્યું, 'જ્યારે હું 10 વર્ષનો હતો, ત્યારે મારા ભાઈનું અવસાન થયું હતું. તે સમયે તેની ઉંમર 17 વર્ષની હતી. તે કોઈને બચાવવા નદીમાં ગયો પણ પોતે ડૂબી ગયો. પિતા જ્યોતિષી હતા. જોકે તેણે પહેલેથી જ કહ્યું હતું કે આજનો દિવસ ખરાબ છે, બહાર જશો નહીં. તે કામ પર ગયો ન હતો પરંતુ દરિયામાં કોઈને બચાવવા માટે નીચે ગયો હતો અને ક્યારેય પાછો આવ્યો ન હતો.જેકી શ્રોફે વધુમાં જણાવ્યું કે તેના પિતાએ કહ્યું હતું કે તે એક દિવસ એક્ટર બનશે. એ વાત પણ સાચી નીકળી. તેઓ કહે છે કે લોકો જ્યોતિષ શાસ્ત્રની મજાક ઉડાવે છે, તેમ છતાં તેઓએ ભવિષ્યવાણી સાચી થતી જોઈ છે.

આના પર ટ્વિંકલ પણ આવી જ એક વાર્તા સંભળાવે છે. કહેવાય છે કે એક જ્યોતિષે પાપા રાજેશ ખન્નાની સામે અક્ષય કુમાર સાથેના લગ્ન વિશે ભવિષ્યવાણી કરી હતી. અભિનેત્રી કહે છે, 'પાપા ની પાસે એક જ્યોતિષ આવ્યા અને તેમણે કહ્યું કે તમારી દીકરી અક્ષય કુમાર સાથે લગ્ન કરશે. જ્યારે હું તે સમયે અક્ષયને ઓળખતી પણ નહતી . આ પછી બંનેએ 2001માં લગ્ન કર્યા અને આજે બે બાળકો છે.ટ્વિંકલ કહે છે કે લગ્ન પછી રાજેશ ખન્ના એ જ જ્યોતિષીને પોતાની સાથે ઘરે લઈ આવ્યા હતા. ત્યાં તેણે ભવિષ્ય વિશે કહ્યું હતું કે અભિનેત્રી લેખિકા બનશે. ટ્વિંકલે કહ્યું કે તેણે 20 વર્ષથી કંઈ લખ્યું નથી. અને જ્યોતિષમાં લેખક બનવાની વાત હતી. 'મને લાગ્યું કે એ વ્યક્તિ જૂઠું બોલતી હતી, પણ હવે જુઓ.'

જેકી શ્રોફના જ્યોતિષી પિતાએ તેમના ભાઈના મૃત્યુ ને લઈ ને કરી હતી આ આગાહી, અભિનેતાએ કર્યો મોટો ખુલાસો

તમને જણાવી દઈએ કે ટ્વિંકલ ખન્નાએ અત્યાર સુધી ત્રણ પુસ્તકો લખ્યા છે. પ્રથમ 'મિસિસ ફનીબોન્સ'. બીજું 'ધ લિજેન્ડ ઑફ લક્ષ્મી' અને ત્રીજું 'પાયજામાઝ આર ફરગીવીંગ ' નો સમાવેશ થાય છે. 

 

Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના રેસ્ટોરાં ‘ટોરી’માં ભોજન માટે તમારે ખાલી કરવા પડશે તમારા ખિસ્સા, જાણો તેનું મેન્યુ અને ભાવ
TRP Report Week 42: TRP કિંગ કોણ? વીક 42ના રિપોર્ટમાં ‘અનુપમા’ અને ‘તુલસી’ની સત્તા યથાવત્, ‘બિગ બોસ 19’ની ધમાકેદાર એન્ટ્રી
Shahrukh khan: જન્મદિવસે મન્નત પર ફેન્સને મળશે શાહરુખ ખાન? #AskSRKમાં આપ્યો મજેદાર જવાબ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ
Exit mobile version