આથિયા શેટ્ટી-કેએલ રાહુલ ને લગ્નમાં મળી મોંઘી ભેટ, સુનીલ શેટ્ટી ના ગિફ્ટ ની કિંમત જાણીને ચોંકી જશો તમે

sunil shetty gave expensive gift of daughetr athiya shetty

News Continuous Bureau | Mumbai

23 જાન્યુઆરીએ બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી ની દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે એકબીજાને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા. અથિયા અને કેએલ રાહુલે પરિવાર અને નજીકના મિત્રો ની હાજરીમાં લગ્ન કર્યા અને બાદમાં મીડિયા સમક્ષ હાજર થયા. કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો પણ શેર કરી હતી, જે ઝડપથી વાયરલ થઈ હતી. અથિયા-કેએલ રાહુલે ખંડાલામાં સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. આથિયા અને કેએલ રાહુલ ને લગ્નમાં ખૂબ જ મોંઘી ભેટ પણ મળી હતી, જેની માહિતી હવે સામે આવી રહી છે.

 

 કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી ને મળી મોંઘી ગિફ્ટ 

આમ તો,આથિયા અને કેએલ રાહુલ ને લગ્નમાં ઘણી બધી મોંઘી ભેટ મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનીલ શેટ્ટીએ કપલને મુંબઈમાં એક સુપર લક્ઝરી એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે, જેની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા છે. જ્યારે જેકી શ્રોફે ઘડિયાળ (આશરે રૂ. 30 લાખ), અર્જુન કપૂરે હીરાનું બ્રેસલેટ (લગભગ રૂ. 1.5 કરોડ), સલમાન ખાને ઓડી કાર (લગભગ રૂ. 1.64 કરોડ), મહેન્દ્રસિંહ ધોનીને બાઇક (લગભગ રૂ. 80 લાખ) અને વિરાટ કોહલીએ એક BMW કાર (લગભગ રૂ. 2.17 કરોડની કિંમતની) ગિફ્ટ કરી છે.

સેલેબ્સે પાઠવી શુભેચ્છા 

નવવિવાહિત કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક તરફ જ્યાં ચાહકોએ બંનેને શુભેચ્છા પાઠવી હતી, તો બીજી તરફ સેલેબ્સે પણ કપલ પર પ્રેમ વરસાવ્યો હતો. વિકી કૌશલ, કૃતિ સેનન, કાર્તિક આર્યન, પરિણિતી ચોપરા, રકુલ પ્રીત, અનન્યા પાંડે, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, કાજોલ, આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર, કરણ જોહર, અરમાન મલિક, માધુરી દીક્ષિત, વાણી કપૂર, અભિષેક બચ્ચન,સાન્યા મલ્હોત્રા, હુમા કુરેશી, વિક્રાંત મેસી અને નવ્યા નંદા સહિત અનેક હસ્તીઓ એ કપલને શુભેચ્છા પાઠવી હતી.