News Continuous Bureau | Mumbai
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ 23 જાન્યુઆરી એટલેકે આજે, અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેના લગ્ન અથિયા ના પિતા સુનીલ શેટ્ટીના ખંડાલાના બંગલામાં થશે. આથિયા અને કેએલ રાહુલની સંગીત સેરેમની 22 જાન્યુઆરીના રોજ થઈ હતી, જેમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ પહોંચી હતી.આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં થઈ રહ્યા છે. ફાર્મહાઉસમાં સજાવેલા મંડપ નો વીડિયો પણ સામે આવ્યો હતો.
સુનિલ શેટ્ટી એ કરી લગ્ન ની પુષ્ટિ
સુનીલ શેટ્ટી શુક્રવારે લગ્ન સ્થળ પર પહોંચ્યો હતો અને પાપારાઝી સાથે વાત કરતા તેણે કહ્યું, ‘તમે જે પ્રેમ બતાવ્યો તેના માટે ખૂબ ખૂબ આભાર. આવતી કાલે હું તમને લોકોને મળવા બાળકોને લઈને આવીશ. આ રીતે સુનીલ શેટ્ટીએ પોતે પુષ્ટિ કરી છે કે 23 જાન્યુઆરીએ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
View this post on Instagram
સુનિલ શેટ્ટી ના ફાર્મહાઉસ થી સંગીત સેરેમની નો વિડીયો થયો વાયરલ
લગ્ન સ્થળની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સંગીત સેરેમનીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે ચર્ચામાં છે. આ વીડિયો કપલની સંગીત સેરેમની નો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં મહેમાનો પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.અથિયા અને કેએલ રાહુલ ભલે ઘનિષ્ઠ રીતે લગ્ન કરી રહ્યા હોય, પરંતુ તેમના લગ્નની સુંદરતા અને વૈભવ જોવા લાયક છે.