News Continuous Bureau | Mumbai
Raaka star cast fees: દિગ્દર્શક એટલીની આગામી સાયન્સ ફિક્શન એક્શન થ્રિલર ફિલ્મ ‘રાકા’ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ૮ એપ્રિલે અલ્લુ અર્જુનનો ફર્સ્ટ લુક રિલીઝ થયા બાદ હવે સ્ટાર્સની ફી ને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ૮૦૦ કરોડના તોતિંગ બજેટમાં બની રહેલી આ ફિલ્મ માટે સ્ટારકાસ્ટે તગડી રકમ વસૂલી છે મીડિયા રિપોર્ટ મુજબ, અલ્લુ અર્જુન આ ફિલ્મ માટે સૌથી વધુ ફી લેનાર કલાકાર છે. ફિલ્મમાં તે ત્રણ અલગ-અલગ ભૂમિકાઓ ભજવી રહ્યો છે, જેમાં એક પોલીસ અધિકારી અને અડધા માનવ-અડધા રાક્ષસના પાત્રનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2: ‘ધુરંધર 2’ પર સંકટના વાદળો: કોપીરાઇટ એક્ટ હેઠળ મેકર્સ સામે ગુનો દાખલ, બોલિવૂડમાં મચ્યો હોબાળો
અલ્લુ અર્જુનને મળ્યા 175 કરોડ
અલ્લુ અર્જુને ‘રાકા’ માં તેના ટ્રિપલ રોલ માટે અંદાજે ૧૭૫ કરોડની ફી લીધી છે. આ આંકડો ભારતીય સિનેમાના સૌથી વધુ ફી લેતા કલાકારોમાં તેને ટોચ પર મૂકે છે. ફિલ્મમાં તેનો લુક અત્યંત ડરામણો અને પાવરફુલ બતાવવામાં આવ્યો છે, જેને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. શાહરૂખ ખાને પણ અલ્લુ અર્જુનના આ લુકના સોશિયલ મીડિયા પર વખાણ કર્યા છે.
View this post on Instagram
ફિલ્મની મુખ્ય અભિનેત્રીઓની ફીની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ અને રશ્મિકા મંદાનાની સંયુક્ત ફી અલ્લુ અર્જુન કરતા સાત ગણી ઓછી છે. દીપિકા આ ફિલ્મમાં યોદ્ધા રાજકુમારીના રોલમાં છે અને તેણે અંદાજે 20 થી 25 કરોડ લીધા હોવાનું મનાય છે. નેશનલ ક્રશ રશ્મિકાની ફી ૫ થી ૭ કરોડની વચ્ચે હોવાનું કહેવાય છે. ફિલ્મમાં તે કદાચ નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે.એટલીની આ ફિલ્મમાં માત્ર અલ્લુ, દીપિકા અને રશ્મિકા જ નહીં, પરંતુ મૃણાલ ઠાકુર, જાનહવી કપૂર અને રમ્યા કૃષ્ણન જેવા મોટા નામ પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તે ૨૦૨૭ ની શરૂઆતમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સ્ટોરીલાઈન બાબતે આ ફિલ્મ ભારતીય સિનેમામાં નવો બેન્ચમાર્ક સેટ કરશે તેવી આશા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)