News Continuous Bureau | Mumbai
મૂળ વીસનગરની (Visnagar) કાજલ મહેરિયાનો (Kajal Maheriya) જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલ મહેરિયાના અનેક ગીતો પ્રખ્યાત છે. (Famous singer) જેમાં નવા ગીતો, લોકગીતો, ભજન, લગ્ન ગીતો, રાસ ગરબા વગેરે સામેલ છે. તે સોશિયલ મીડિયા (social media) પર એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોલોવર્સ છે. ટિકટોક (tiktok) પર પણ કાજલ મહેરીયાના મોટી સંખ્યામાં ફોલોવર્સ હતા. ગુજરાતના (Gujarat) જાણીતી ગીતકાર કાજલ મહેરીયા પર સોમવારે રાત્રિ દરમિયાન હુમલો થવાની ઘટના સામે આવી છે.
પાટણના ધારપુર ગામ (Patan Dharpur village) ખાતે સંગીતના એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર એટેક (Kajal Maheriya attack)થયો હતો. કેટલાક ઈસમોએ કાર્યક્રમ દરમ્યાન કાજલ મહેરીયા પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. સોનાની ચેન (gold chain) સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ થઇ છે. જેમાં કાજલ મહેરીયાને (Kajal Maheriya) સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેના બાદ કાજલને પાટણ ધારપુરની (Patan Dharpur hospital) હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાઈ છે. હુમલા બાદ કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથક (Balisana Police station) ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં રમુ દેસાઈ નામના વ્યક્તિ સહિત અન્ય ૪ વ્યક્તિ સામે હુમલાની ફરિયાદ કરી છે. દિગડી ગામના રમુ દેસાઇએ કાજલ પર જૂની અદાવતને ધ્યાનમાં રાખીને હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ હુમલામા કાજલ મહેરિયાને ઈજા પહોંચી છે, તો સાથે જ તેમની ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શું સોનાક્ષી સિંહાએ કરી લીધી ગુપચુપ સગાઈ? ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી શેર કરી તસવીરો
વર્ષ ૨૦૨૦ માં સપ્ટેમ્બર મહિનામાં કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડામાં હુમલો થયો હતો. મોઢેરામાં (Modhera)બનેલા આ બનાવમાં કાજલ મહેરિયાને લાફો ઝીંકાયો હતો. કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઇઝર (event organizer) બાબખાનના ઘરે સામાજિક કામ અર્થે ગઈ હતી. ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી સિંગર પર બાબા ખાનના વિરોધીઓએ હુમલો કર્યો હતો . ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી.