Mahakali: દેવીનો રુદ્રાવતાર! રામાયણની અભિનેત્રી બની ‘મહાકાલી’, નવું પાવરફુલ પોસ્ટર થયું રિલીઝ, ફેન્સ થયા સ્તબ્ધ.

Mahakali દેવીનો રુદ્રાવતાર! રામાયણની અભિનેત્રી બની 'મહાકાલી', નવું પાવરફુલ

News Continuous Bureau | Mumbai

Mahakali ફિલ્મ ‘હનુમાન’ દ્વારા ભારતીય સુપરહીરો જોનરને નવી ઓળખ આપનારા આરકેડી સ્ટુડિયોઝ અને દૂરંદેશી ફિલ્મમેકર પ્રશાંત વર્મા ખૂબ ચર્ચામાં છે. આ જ સિલસિલામાં હવે તેમની આગામી ફિલ્મ ‘મહાકાલી’ ની મુખ્ય અભિનેત્રી વિશે મોટો ખુલાસો થયો છે.આ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ભૂમિ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. તેના અભૂતપૂર્વ લૂકની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. ફિલ્મનું 50 ટકાથી વધુ શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ‘મહાકાલી’ ના નિર્માતાઓએ ભૂમિ શેટ્ટીના રૂપમાં એક નવા કલાકારને લાઇમલાઇટમાં લાવ્યા છે અને મોટા બજેટ પર દાવ લગાવ્યો છે.

ભૂમિ શેટ્ટી નું રૌદ્ર સ્વરૂપ

આ સુપરહીરો પાત્ર માટે અનેક ટોચની અભિનેત્રીઓએ ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મેકર્સે ફિલ્મનું નામ જાળવી રાખીને એક એવી અભિનેત્રીની પસંદગી કરી, જે આ ફિલ્મની સ્ટોરીને ઉત્તમ અભિનયની મોહર લગાવી શકે. ‘મહાકાલી’ ફિલ્મના પહેલા લૂકમાં ભૂમિનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભૂમિ મહાકાળીના રોમાંચક રૂપમાં ચમકતા ચાહકોની ફિલ્મ જોવાની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે

નિર્માતા પ્રશાંત વર્માનો વિશ્વાસ

ફિલ્મ વિશે વાત કરતાં નિર્માતા પ્રશાંત વર્માએ કહ્યું, “હનુમાન’ ફિલ્મ પછી દિવ્ય સ્ત્રી શક્તિનો સાર લઈને ‘મહાકાલી’ ફિલ્મ ટૂંક સમયમાં દર્શકો સમક્ષ આવશે. આ ફિલ્મમાં ઇતિહાસ અને પુરાણોની અનેક વાતો જોવા મળશે. આ ફિલ્મ બ્રહ્માંડની શક્તિઓ વિશે પણ માહિતી આપશે.”તેમણે ભૂમિ શેટ્ટીની પસંદગી અંગે ગર્વ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે જ્યારે ભૂમિને આ પાત્ર માટે પસંદ કરવામાં આવી, ત્યારે તેણે આ ભૂમિકા માટે તૈયારી દર્શાવી અને શૂટિંગ માટે કઠોર તાલીમ લીધી.

 સમાચાર પણ વાંચો : Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત

અભિનેત્રીની આંખોમાં ‘દુર્લભ તીવ્રતા’

પ્રશાંત વર્માએ કહ્યું કે, “તેની આંખોમાં દુર્લભ તીવ્રતા છે. મને વિશ્વાસ છે કે આ ફિલ્મ દર્શકો માટે પડદા પર દેવી-દેવતાઓને જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખશે.” પ્રશાંત વર્માની રચનાત્મક દ્રષ્ટિ અને દિગ્દર્શક પૂજા કોલ્લૂરુ દ્વારા નિર્દેશિત ‘મહાકાલી’ ફિલ્મની તમામ દર્શકોમાં ઉત્સુકતા જાગી છે.