News Continuous Bureau | Mumbai
Jawan OTT: શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ ‘જવાન’એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મે માત્ર છ દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. એટલું જ નહીં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. આ દરમિયાન ‘જવાન’ના OTT અધિકારો સાથે જોડાયેલી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘જવાન’ના OTT રાઇટ્સ કરોડો રૂપિયામાં વેચાયા છે.
કરોડો માં વેચાયા જવાન ના ઓટીટી રાઇટ્સ
સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ‘જવાન’ની OTT રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મના OTT રાઇટ્સ કેટલામાં વેચાયા છે તેની માહિતી બહાર આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સે ‘જવાન’ના OTT રાઇટ્સ 250 કરોડ રૂપિયામાં વેચ્યા છે. જણાવી દઈએ કે, હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.જવાનની OTT રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. નિયમ અનુસાર, કોઈપણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના 4 અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. પરંતુ જવાન નું કલેક્શન લાગી રહ્યું છે કે તે થોડી મોડી રિલીઝ થશે
આ સમાચાર પણ વાંચો : Jawan box office collection: શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’ની કમાણીમાં થયો ભારે ઘટાડો, ‘ગદર 2’ની સરખામણીમાં ઘણું ઓછું હતું કલેક્શન, આંકડા જાણીને તમે ચોંકી જશો