Site icon

રણબીર કપૂર આલિયા ભટ્ટ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર નું ટીઝર થયું રિલીઝ-જોવા મળ્યો મૌની રોય નો ખૌફનાક અંદાજ-આ દિવસે આવશે ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર

News Continuous Bureau | Mumbai

ચાહકો લાંબા સમયથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ (Ranbir-Alia film Brahmastra)ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ફિલ્મનું પ્રમોશન (promotion) પણ શરૂ થઈ ગયું છે અને તેની સાથે ફિલ્મની એક નાની ઝલક પણ જોવા મળી છે. આલિયા ભટ્ટે ફિલ્મનું ટીઝર શેર (teaser)કર્યું છે અને જણાવ્યું છે કે ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે. આલિયાએ શેર કરેલા ટીઝરમાં લગભગ તમામ પાત્રો સામે આવી ગયા છે. આલિયાએ જણાવ્યું કે ફિલ્મનું ટ્રેલર 15 જૂને રિલીઝ થવાનું છે.

Join Our WhatsApp Community

સુપરસ્ટાર રણબીર કપૂરઅને દિગ્દર્શક અયાન મુખર્જીએ (Ayan Mukerji)બ્રહ્માસ્ત્ર ભાગ વન: શિવના બહુ પ્રતિક્ષિત ટ્રેલરની જાહેરાત કરી છે. હાલમાં જ અયાન મુખર્જીએ તેની સાય-ફાઇ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટીઝર(Brahmastra teaser) રિલીઝ કર્યું છે. ટીઝરમાં રણબીર અને આલિયા ઉપરાંત મૌની રોય, અમિતાભ બચ્ચન અને નાગાર્જુનની ઝલક જોવા મળી છે. અયાન મુખર્જી, કરણ જોહર (Karan Johar) સહિત ફિલ્મની સ્ટાર કાસ્ટ તેમના ઇન્સ્ટાગ્રામ (Instagram)પરથી ટીઝર સાથે રિલીઝ ડેટની જાહેરાત કરી છે. અયાને લખ્યું, 'ખાસ તારીખે ખાસ વીડિયો! 15 એ ટ્રેલર, 100 માં દિવસે ફિલ્મ રિલીઝ. આ સાથે તેણે જણાવ્યું કે આજે તેની ફિલ્મ યે જવાની હૈ દાવાનીના પણ 9 વર્ષ પૂર્ણ થયા છે.

આ સમાચાર પણ વાંચો : સુપરહિટ ફિલ્મ જંજીર માટે અમિતાભ બચ્ચન નહીં પરંતુ આ પીઢ અભિનેતા હતા નિર્દેશક ની પહેલી પસંદ

અયાન મુખર્જીએ તેની સાય-ફાઇ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ કર્યું છે અને કહ્યું છે કે આ ફિલ્મ ખૂબ જ ધમાકેદાર બનવાની છે. આ ટીઝરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) નાગાર્જુનની(Nagarjun(પણ ઝલક જોવા મળે છે. જ્યારે મૌની રોય ખૂબ જ ક્રૂર અંદાજમાં જોવા મળી રહી છે. આ ટીઝરમાં મૌની રોય અને રણબીર કપૂર વચ્ચે જોરદાર યુદ્ધ જોવા મળી રહ્યું છે. સ્ટાર સ્ટુડિયો, ધર્મા પ્રોડક્શન્સ, પ્રાઇમ ફોકસ અને સ્ટારલાઇટ પિક્ચર્સ દ્વારા નિર્મિત, મેગ્નમ ઓપસ 09.09.2022 ના રોજ 5 ભારતીય ભાષાઓ – હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version