News Continuous Bureau | Mumbai
Ram mandir: અયોધ્યા માં 22 મી જાન્યુઆરી એ રામ લલ્લા નો અભિષેક સમારોહ યોજાવાનો છે.છેલ્લા ઘણા દિવસોથી અયોધ્યામાં આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા ની વચ્ચે અભિષક બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રામ મંદિર વિશે જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન રાજસ્થાનમાં ચાલી રહેલી કબડ્ડી ટુર્નામેન્ટ માટે જયપુરમાં છે. કાર્યક્રમ માં મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિષેકે રામ મંદિર વિશે વાત કરી હતી.
અભિષેક બચ્ચને કરી રામ મંદિર વિશે વાત
હાલમાંજ મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિષેક બચ્ચને રામ મંદિર વિશે કહ્યું, “હું એ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું કે જ્યારે મંદિર બનશે ત્યારે કેવું દેખાશે અને ભગવાન રામના દર્શન કરવા માટે પણ ખૂબ જ ઉત્સાહિત છું.” તમને જણાવી દઈએ કે બચ્ચન પરિવાર ધાર્મિક છે.
#WATCH | Jaipur, Rajasthan | “I am very excited to see how the temple looks and have a darshan there,” says actor Abhishek Bachchan on the ‘pranpratishtha’ ceremony of Ram Temple in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/RZRfl326G9
— ANI (@ANI) January 11, 2024
તમને જણાવી દઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં થી અત્યાર સુધી અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સોનુ નિગમ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ટાઇગર શ્રોફ, કંગના રનૌત, જેકી શ્રોફ, રજનીકાંત, રણદીપ હુડા જેવા ઘણા બોલિવૂડ સેલેબ્સને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan on Aishwarya rai: અભિષેક બચ્ચને ખોલી ઐશ્વર્યા રાય ની પોલ, આ કારણ થી જુનિયર બી ને અભિનેત્રી સાથે સ્ટેડિયમ માં મેચ જોવી નથી પસંદ