News Continuous Bureau | Mumbai
Ayodhya ram mandir: અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી એ યોજવાનો છે. આ સમારોહ માટે રામાનંદ સાગર ની સિરિયલ રામાયણ માં રામ ની ભૂમિકા માં જોવા મળેલા અભિનેતા અરુણ ગોવિલ લક્ષ્મણ ની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા સુનિલ લહરી અને માતા સીતા ની ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી દીપિકા ચીખલીયા ને આમંત્રણ આપવા માં આવ્યું છે.પરંતુ સમારોહ પહેલા જ સિરિયલ ના કલાકાર અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
રામ, લક્ષ્મણ અને સીતા પહોંચ્યા અયોધ્યા
ટીવી સિરિયલ રામાયણમાં શ્રી રામના રોલમાં જોવા મળેલા અરુણ ગોવિલ, માતા સીતાના રોલમાં જોવા મળેલી દીપિકા ચિખલિયા અને લક્ષ્મણના રોલમાં જોવા મળેલા સુનીલ લહરી અયોધ્યા પહોંચ્યા છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં અરુણ ગોવિલ, સુનિલ લહરી અને દીપિકા ચીખલીયા અયોધ્યા નગરી માં ફરતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ કલાકારો અયોધ્યાના ધાર્મિક અને પૌરાણિક સ્થળો પર ‘હમારે રામ આયેંગે…’ આલ્બમનું શૂટિંગ પૂર્ણ કરવા આવ્યા હતા.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, રામ લલ્લાના અભિષેક માટે ટીવી જગત, બોલિવૂડ અને રાજકીય જગત ની ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Ankita lokhande: અંકિતા લોખંડે ના છે આજે પણ સુશાંત સિંહ રાજપૂત ના ઘરવાળા સાથે સંબંધ, સુશાંત ની બહેને પોસ્ટ શેર કરી લખી અભિનેત્રી વિશે આવી વાત