Baaghi 4: બાગી 4 પર ચાલી સેન્સર બોર્ડની કાતર, આટલા સીન માં થયો બદલાવ

Baaghi 4: ટાઈગર શ્રોફ અને સંજય દત્ત ની એક્શન થ્રિલર 'બાગી 4' પર સેન્સર બોર્ડે લગાવ્યા કડક કાપ

by Zalak Parikh
Baaghi 4 Censor Board Cuts 23 Scenes

News Continuous Bureau | Mumbai

Baaghi 4: બોલીવૂડની લોકપ્રિય ફ્રેન્ચાઈઝી ‘બાગી’  ની ચોથી ફિલ્મ 5 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. ‘બાગી 4’ માં ટાઈગર શ્રોફ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. રિલીઝ પહેલા સેન્સર બોર્ડે ફિલ્મમાં 23 કટ્સ લગાવ્યા છે, જેના કારણે ફિલ્મની લંબાઈ 2 કલાક 43 મિનિટમાંથી ઘટીને 2 કલાક 37 મિનિટ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Bastian Bandra To Shut Down: બંધ થઇ રહી છે શિલ્પા શેટ્ટી બાસ્ટિયન રેસ્ટોરન્ટ, ઇન્સ્ટાગ્રામ પર લખ્યો ભાવુક સંદેશ, આ દિવસે પીરસવામાં આવશે છેલ્લી ડીશ

વિવાદિત દૃશ્યો પર સેન્સર બોર્ડની કડક કાર્યવાહી

ફિલ્મમાં કેટલાક દૃશ્યો જેમ કે તાબૂત પર ઊભા રહેવું, ઈસા મસીહની મૂર્તિ પર હુમલો, અને માનવીની ખોપરીમાં તલવાર ઘૂસાડવાના દૃશ્યોને સંપૂર્ણપણે હટાવવામાં આવ્યા છે. ઉપરાંત, નગ્ન દૃશ્ય (Nude Scene), અશ્લીલ ઈશારા અને ગાળો ભરેલા ડાયલોગ્સ પણ બદલવામાં આવ્યા છે.ફિલ્મના નિર્માતાઓએ પણ  પોતાની ઇચ્છાથી કેટલાક દૃશ્યો હટાવ્યા છે. આ ટ્રેન્ડ અગાઉ ‘વોર 2’ અને ‘ધ બંગાળ ફાઇલ્સ’  જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો, જ્યાં મોટા બેનર પોતે ફિલ્મની કટિંગમાં સક્રિય ભૂમિકા ભજવે છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


‘બાગી 4’ માં ટાઈગર શ્રોફ ફરીથી ‘રૉની’ તરીકે જોવા મળશે, જ્યારે સંજય દત્ત વિલનના રોલમાં છે. અન્ય કલાકારોમાં હરનાઝ સંધૂ, શ્રેયસ તલપડે, સોરભ સચદેવા, ઉપેન્દ્ર લિમયે અને સોનમ બાજવા છે. ટ્રેલર રિલીઝ થયા પછી ફિલ્મની તુલના રણબીર કપૂરની ‘એનિમલ’ સાથે કરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More