Site icon News Continuous Bureau | Mumbai

Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ

Baahubali The Epic Trailer : ‘બાહુબલી – ધ એપિક’ 31 ઓક્ટોબર ના રોજ રિલીઝ થવાની છે આ અગાઉ તેનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે.

Baahubali Returns as ‘The Epic’ – Trailer Released, Mahishmati Comes Alive Again

Baahubali Returns as ‘The Epic’ – Trailer Released, Mahishmati Comes Alive Again

News Continuous Bureau | Mumbai

Baahubali The Epic Trailer :ભારતીય સિનેમાની ઐતિહાસિક સિરીઝ ‘બાહુબલી’  હવે નવા રૂપમાં ફરીથી થિયેટર્સમાં આવી રહી છે. ‘બાહુબલી – ધ એપિક’  નામથી આ ફિલ્મ 31 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થશે. ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી દ્વારા તૈયાર કરાયેલ આ ફિલ્મમાં ભાગ 1 અને 2ના મુખ્ય પળોને જોડીને એક મહાકાવ્ય રૂપ આપવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ram Charan and Upasana: રામ ચરણ અને ઉપાસના ના ઘેર આવશે ડબલ ખુશી, અભિનેતા ની ટીમ એ શેર કરી માહિતી

ટ્રેલરમાં ફરીથી જોવા મળ્યા પ્રભાસ અને મહિષ્મતી

ટ્રેલરમાં અમરેન્‍દ્ર બાહુબલી (Prabhas), ભલ્લાલદેવ (Rana Daggubati), શિવગામી (Ramya Krishnan), કટપ્પા (Sathyaraj), દેવસેના (Anushka Shetty) સહિત તમામ મુખ્ય પાત્રો ફરીથી જોવા મળે છે. ટ્રેલર ફરીથી દર્શકોને મહિષ્મતીની શાહી દુનિયામાં લઈ જાય છે.‘બાહુબલી – ધ એપિક’માં બંને ફિલ્મોના હાઈપોઈન્ટ્સને જોડીને એક નવી ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મનો કુલ રનટાઈમ લગભગ 3 કલાક 40 મિનિટનો છે. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે રિલીઝ થશે અને દર્શકો માટે એક વિશેષ અનુભવ હશે.


નિર્માતા શોબૂ યારલગડ્ડાએ સ્પષ્ટ કર્યું છે કે ‘બાહુબલી 3’ હાલ તો આવી રહી નથી. તેમણે કહ્યું કે, “હજુ સુધી કોઈ પ્લાન નથી, પણ ભવિષ્યમાં કંઈક સરપ્રાઈઝ જરૂર હોઈ શકે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Ranveer Singh Dhurandhar Misses Oscar Entry ઓસ્કાર માટે કેમ ન પસંદ થઈ રણવીર સિંહની ‘ધુરંધર’? સામે આવ્યું આ કારણ…
Karan Johar Hosts Earthshot Prize કરણ જોહરે રચ્યો નવો ઇતિહાસ ગ્લોબલ ‘અર્થશોટ પ્રાઇઝ’ એવોર્ડ્સ નાઇટ હોસ્ટ કરનાર બન્યા પ્રથમ ભારતીય
Exit mobile version