News Continuous Bureau | Mumbai
Baba siddique murder case: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના નેતા બાબા સિદ્દીકી ની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીના અંતિમ સંસ્કાર મુંબઈના બડા કબરીસ્તાનમાં સરકારી સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં સલમાન ખાનથી લઈને ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી, પરંતુ શાહરૂખ ખાન ક્યાંય જોવા મળ્યો નહોતો. તેથી પ્રશ્ન એ છે કે કિંગ ખાન તેના મિત્રને વિદાય આપવા કેમ ન આવ્યો? આ અંગે એક મોટું કારણ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: ખ્રિસ્તી માંથી મુસ્લિમ બન્યા બાદ વિવિયન ને કરવો પડ્યો હતો મુશ્કેલી નો સામનો, બિગ બોસ ના ઘરમાં આ અભિનેત્રી સામે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
બાબા સિદ્દીકી ની અંતિમ યાત્રા માં શાહરુખ ખાન રહ્યો ગાયબ
મીડિયા રિપોર્ટ્સ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાન કોઈ રાજકીય મુશ્કેલીમાં પડવા માંગતો નથી અને તેથી તે આ બાબતથી અંતર બનાવી રહ્યો છે.મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે શાહરૂખ ખાનની ટીમનો અનેકવાર સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ તેમણે આ સમગ્ર મામલે મૌન રહેવાનો નિર્ણય લીધો છે.
#ShahRukhKhan was always there to eat biriyani in #BabaSiddique‘s Every iftar party but he didn’t went to pay his last respect after baba’s Death.
SRK is the most selfish person who uses others for his benefits but will Never stand with people in their tough times. pic.twitter.com/HhGSWImuBV
— MASS (@Freak4Salman) October 14, 2024
બાબા સિદ્દીકીનું બોલિવૂડ સાથે પણ ખાસ જોડાણ હતું. તેમની ઈફ્તાર પાર્ટીમાં સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન સુધીના ઘણા સેલેબ્સ હાજરી આપતા હતા. જયારે સલમાન અને શાહરુખ ની મિત્રતા માં તિરાડ આવી હતી ત્યારે બાબાએ જ તેમની વચ્ચે નું અંતર ઘટાડ્યું અને તેમને ફરીથી મિત્ર બનાવ્યા.હવે બાબા ની અંતિમ યાત્રા માં શાહરુખ ખાન ની ગેરહાજરી લોકો પચાવી શક્યા નથી. 
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        