News Continuous Bureau | Mumbai
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પરના સૌથી લોકપ્રિય શોમાંનો એક છે. આ કોમેડી શો ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જોકે આ શો થોડા દિવસોથી વિવાદોમાં ચાલી રહ્યો છે. શોના નિર્માતા-નિર્દેશક અસિત કુમાર મોદી વિવિધ આરોપોનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તારક મહેતાના શૂટિંગ સેટ પરથી હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બબીતા જી ઉર્ફે મુનમુન દત્તા વરસાદમાં ભીંજાતી જોવા મળી રહી છે.
મુનમુન દત્તા એ શેર કર્યો વિડીયો
મુનમુન દત્તાએ પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીના સેટની વચ્ચે ખુરશી પર બેઠી છે અને વરસાદ પડી રહ્યો છે. મુનમુન દત્તા એકલી નથી જે વરસાદની મજા માણી રહી છે. વીડિયોમાં તેની સાથે ડોક્ટર હાથી પણ જોવા મળી રહ્યા છે. આ શેર કરતાં મુનમુન લખે છે, ‘આપણા ડિરેક્ટર હર્ષદ ભાઈના શબ્દો.’ વીડિયોમાં એક વ્યક્તિનો અવાજ સંભળાય છે કે, “ઈતની બારિશ હો રહી હૈ ઈધર ગોકુલધામ મેં ઔર યે બબીતા જી યહાં બારીશ કે મઝા લે રહી હે. હાથી ભાઈ ભી બારીશ કા માજા લે રહે છે.”
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: Rakhi Sawant : રાખી સાવંતની ખુશી પર લાગ્યું ગ્રહણ, આ કારણે કરવી પડી રીક્ષા માં સવારી, જુઓ વિડીયો
મુનમુન દત્તા ના વિડીયો પર લોકો એ કરી કમેન્ટ્સ
આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ આવી છે. એક યુઝરે લખ્યું છે કે,હાથી ભાઈને કહો, ખુરશી તૂટી જશે’. ‘તો બીજો લખે છે,જેઠાજી ક્યાં છે?’ વીડિયો પર આવી ઘણી ફની કોમેન્ટ જોવા મળી છે.