Dhurandhar 2 Rakesh Bedi , ‘બચ્ચા હૈ તૂ મેરા…’ ડાયલોગનો અર્થ લોકો ખોટો સમજ્યા! રાકેશ બેદીએ ‘ધુરંધર 2’ ના વાયરલ સીન પાછળનું જણાવ્યું અસલી રહસ્ય

Dhurandhar 2 Rakesh Bedi , જમીલ જમાલીના પાત્રથી રાકેશ બેદીએ મચાવી ધૂમ ડાયલોગ પાછળનો હેતુ પ્રેમ નહીં પણ સામી વ્યક્તિને પડકાર આપવાનો હતો

by Zalak Parikh

 

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Rakesh Bedi,આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝી અત્યારે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને અક્ષય ખન્ના ઉપરાંત જો કોઈના સૌથી વધુ વખાણ થઈ રહ્યા હોય તો તે છે દિગ્ગજ અભિનેતા રાકેશ બેદી. ‘ધુરંધર 2’ માં રાકેશ બેદીએ પાકિસ્તાની રાજકારણી જમીલ જમાલીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનો તેમનો એક ડાયલોગ ‘બચ્ચા હૈ તૂ મેરા’ સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થયો છે, પરંતુ રાકેશ બેદીએ હવે ખુલાસો કર્યો છે કે આ ડાયલોગનો અર્થ લોકો જે વિચારે છે તેના કરતા તદ્દન અલગ છે.

‘બચ્ચા હૈ તૂ મેરા’ પાછળનો છુપાયેલો ઈશારો

ફિલ્મમાં જમીલ જમાલી જે કોઈને પણ મળે છે તેને કહે છે કે ‘બચ્ચા હૈ તૂ મેરા’. સામાન્ય રીતે આ સાંભળીને એવું લાગે છે કે તે સામી વ્યક્તિ પ્રત્યે પ્રેમ કે વહાલ દર્શાવી રહ્યો છે, પરંતુ રાકેશ બેદીએ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી છે કે આ ડાયલોગમાં અનેક લેયર છે. રાકેશ બેદીએ જણાવ્યું કે, “આ લાઇન પાછળ આદિત્ય ધરનું માઇન્ડસેટ હતું. આનો અર્થ એ છે કે ‘બેટા, તૂ મારી સામે હજુ કંઈ જ નથી, મારી સાથે પંગો લઈ રહ્યો છે તો ચાલ તને તારી ઓકાત બતાવું.’ આ ડાયલોગ પ્રેમ માટે નહીં પણ સામી વ્યક્તિને નીચા બતાવવા અને પોતાનો પાવર બતાવવા માટે હતો.”

👉 આ સમાચાર વાચો:
Matka King Review,જુગારની દુનિયાનો અસલી રોમાંચ ‘મટકા કિંગ’માં વિજય વર્માની એક્ટિંગે જીત્યા દિલ, જાણો કેવો છે નાગરાજ મંજુલેનો અંદાજ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More