Bade miyan chote miyan: બડે મિયાં છોટે મિયાં નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, દેશ ભક્તિ માં ડૂબેલા જોવા મળ્યા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ

Bade miyan chote miyan: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ અભિનીત ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું બહુ પ્રતિક્ષિત ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં દેશભક્તિની લહેર જોવા મળી રહી છે..

by Zalak Parikh
bade miyan chote miyan teaser out

News Continuous Bureau | Mumbai

Bade miyan chote miyan: અક્ષય કુમાર ની બહુચર્ચિત ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ માં પહેલીવાર અક્ષય કુમાર ટાઇગર શ્રોફ સાથે કામ કરતો જોવા મળશે. ચાહકો આ જોડી ને સાથે જોવા ખુબજ ઉત્સાહિત છે ‘બડે મિયાં છોટે મિયાં’ના ટીઝરમાં ભવ્ય એક્શન, હાઈ ઓક્ટેન ડ્રામા, લાગણીઓનો ભરાવો અને દેશભક્તિની મજબૂત લહેર બધું જ છે. 

આ સમાચાર પણ વાંચો : Aarya 3: આર્યા 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, ઘાયલ સિંહણ ના રૂપમાં જોવા મળી સુષ્મિતા સેન, જાણો ક્યારે સ્ટ્રીમ થશે સિરીઝ

‘બડે મિયાં છોટે મિયાં’નું ટીઝર

‘બડે મિયાં છોટે મિયાં’ ના નિર્માતાઓએ ફિલ્મનું એક એક્શન પેક્ડ ટીઝર રિલીઝ કર્યું છે જે ફુલ-ઓન એક્શન થી ભરપૂર છે. ટીઝરની શરૂઆત હેલિકોપ્ટર, મિસાઈલથી થાય છે. આ પછી ફિલ્મમાં વિલન નો અવાજ સંભળાય છે ત્યારબાદ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ગ્રાન્ડ એન્ટ્રી થાય છે.. આ બંનેએ ફિલ્મમાં આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી છે.


આ ટીઝરને અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘અમે દિલથી સૈનિક છીએ, મનથી શેતાન છીએ, બચકે રહેના હમ સે, હિન્દુસ્તાન હૈ હમ!’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More