Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ

Badshah in Trouble: ગીતના શબ્દો અને સ્કૂલની બાળકીઓના ડાન્સ સીન સામે મહિલા આયોગની લાલ આંખ; સિંગર પાસે મંગાયો ખુલાસો.

by Zalak Parikh
Badshah in Trouble: Haryana Women’s Commission Issues Summons Over Lyrics and Video of New Song ‘Tatihari’

News Continuous Bureau | Mumbai

Badshah in Trouble: પોતાના ગીતોથી યુવાનોમાં લોકપ્રિય બનેલા બોલિવૂડ રેપર બાદશાહ વિવાદોના ઘેરામાં આવ્યા છે. ૧ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થયેલું તેમનું નવું ગીત ‘ટટિહરી’ વિવાદનું કારણ બન્યું છે. આ ગીત હરિયાણવી લોકગીત પર આધારિત છે, પરંતુ તેના રેપના શબ્દો અને મ્યુઝિક વીડિયોના દ્રશ્યો સામે હરિયાણા રાજ્ય મહિલા આયોગે સખત વાંધો ઉઠાવ્યો છે. આયોગે બાદશાહને સમન્સ જારી કરીને ૧૩ માર્ચ ના રોજ રજૂઆત કરવા માટે બોલાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar Cricket Video: અક્ષય કુમારે શિખર ધવન સાથે રમી ક્રિકેટ મેચ! ‘ભૂત બંગલા’ના સેટ પરથી સામે આવ્યો મજેદાર વીડિયો; ફેન્સમાં ભારે ઉત્સાહ

ગીતના શબ્દો સામે શું છે વાંધો?

પાણીપતની ‘નારી તુ નારાયણી’ સંસ્થા અને અન્ય સામાજિક સંગઠનોની ફરિયાદના આધારે આ નોટિસ આપવામાં આવી છે. ફરિયાદમાં ગીતની લાઇન “આયા બાદશાહ ડોલી ચઢાને, ઇન સબકી ઘોડી બનાને” સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ગીતમાં અશ્લીલ અને અભદ્ર શબ્દાવલિનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડે છે. આ મામલે રોહતકના એડવોકેટે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગને પણ ફરિયાદ મોકલી છે.

 

View this post on Instagram

 

A post shared by The Haryana Daily (@theharyanadaily)


શબ્દો સિવાય ગીતના વીડિયો પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. મ્યુઝિક વીડિયોમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી સગીર બાળકીઓને હરિયાણા રોડવેઝની બસ પર ચઢીને સ્કૂલ બેગ સાથે નાચતી અને બેગ ફેંકતી બતાવવામાં આવી છે. સહરાણ ખાપ દ્વારા પણ આ બાબતે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ટીકાકારોનું કહેવું છે કે આ દ્રશ્યો વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર પાડી શકે છે.નોંધનીય છે કે આ ગીત રિલીઝ થયાના માત્ર ૫ દિવસમાં જ ૪.૨ મિલિયનથી વધુ વ્યુઝ મેળવી ચૂક્યું છે. બાદશાહની ફેન ફોલોઇંગ મોટી હોવા છતાં સામાજિક સંગઠનો આ મામલે માફીની માંગ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More