Site icon

પહેલી પત્ની સાથે છેતરપિંડી કરીને અનૂપ સોની એ રાજ બબ્બરની દીકરી સાથે બાંધ્યો હતો સંબંધ, આ રીતે પકડાઈ ગઈ ચોરી

અનૂપ સોનીએ રાજ બબ્બરની પુત્રી સાથે બીજા લગ્ન કર્યા હતા અનૂપે તેની પહેલી પત્ની સાથે છેતરપિંડી કરી હતી.પરિણીત હોવા છતાં તે જુહીના પ્રેમમાં પડ્યો હતો

balika vadhu fame anoop soni married to raj babbar daughter by cheating his first wife

પહેલી પત્ની સાથે છેતરપિંડી કરીને અનૂપ સોની એ રાજ બબ્બરની દીકરી સાથે બાંધ્યો હતો સંબંધ, આ રીતે પકડાઈ ગઈ ચોરી

News Continuous Bureau | Mumbai

ટીવી સીરિયલ ક્રાઈમ પેટ્રોલમાં હોસ્ટ તરીકે જોવા મળેલા ટીવી એક્ટર અનૂપ સોનીએ પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. તેણે નાના પડદાથી લઈને મોટા પડદા સુધી દર્શકોને પ્રભાવિત કર્યા છે. તેની ગ્લેમરસ લાઈફ સિવાય તેની પર્સનલ લાઈફ પણ છે જે કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. બહુ ઓછા લોકો જાણે છે. તે રાજ બબ્બરના જમાઈ પણ છે. અનૂપ સોનીએ તેની પ્રથમ પત્ની સાથે સંબંધમાં છેતરપિંડી કરી હતી અને પછી બીજા લગ્ન કર્યા હતા. અનૂપ સોનીએ રાજ બબ્બરની દીકરી જુહી બબ્બર સાથે લગ્ન કર્યા છે.

Join Our WhatsApp Community

 

અનૂપ સોનીએ પહેલી પત્ની સાથે છેતરપિંડી કરી!

તેની પહેલી પત્ની રિતુએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે લગ્નના લાંબા સમય બાદ અનૂપ માં બદલાવ જોવા મળ્યો. તેણે કહ્યું કે જ્યારે અનૂપે તેની સાથે અલગ વર્તન કરવાનું શરૂ કર્યું ત્યારે રિતુને ચેટમાંથી સત્ય જાણવા મળ્યું. રિતુએ પોતે ખુલાસો કર્યો હતો કે જ્યારે તેણે અનૂપના મોબાઈલની વિગતો મેળવી ત્યારે તેને ખબર પડી કે તે જૂહી સાથે વાત કરી રહ્યો છે. જ્યારે તેણે જૂહી સાથે આ વાતની પુષ્ટિ કરી તો તે સાચું નીકળ્યું. બંનેએ પોતાના પ્રેમનો એકરાર કર્યો. અનૂપે પોતાની બે દીકરીઓની જવાબદારી લેવાની પણ ના પાડી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો: એકબીજાને મારવા માંગે છે શબાના આઝમી અને જાવેદ અખ્તર, જાણો તેમના સંબંધો નું સત્ય

 અનુપ સોની એ કર્યા જુહી બબ્બર સાથે લગ્ન 

જે પછી રીતુએ પોતે જ અનૂપને છૂટાછેડા આપીને જૂહી સાથે સુખી જીવનની શુભેચ્છા પાઠવી. રીતુ માનતી હતી કે જો આ નસીબમાં હોય તો આપણે શું કરી શકીએ. વર્ષ 2010માં અનૂપ અને રિતુના છૂટાછેડા થઈ ગયા. તે જ સમયે, જુહીએ વર્ષ 2009માં બિજોય નામ્બિયારને પણ છૂટાછેડા આપી દીધા હતા. અનૂપ અને જુહીના લગ્ન વર્ષ 2011માં થયા હતા અને હવે બંનેને એક પુત્ર ઈમાન છે.

Amitabh Bachchan: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતતા ખુશી થી ઝૂમી ઉઠ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા
Women’s World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો પ્રથમ વર્લ્ડ કપ, સ્ટેડિયમ માં ખુશીથી ઝૂમી ઉઠ્યા નીતા અંબાણી અને આકાશ અંબાણી
Naagin 7: એકતા કપૂરની ‘નાગિન 7’ ના ચહેરા પર થી ઉઠ્યો પડદો, આ અભિનેત્રી બનશે નવી નાગિન
Shahrukh khan: મન્નત નહીં, આ જગ્યા એ ફેન્સને મળ્યો શાહરુખ ખાન, જન્મદિવસે આપી ખાસ ઝલક
Exit mobile version