ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જૂન 2021
મંગળવાર
બાલિકા વધુ સીરિયલની આનંદી તરીકે લોકપ્રિય બનેલી અભિનેત્રી અવિકા ગોર હંમેશા ર્ચચામાં રહેતી હોય છે..અભિનેત્રી અવિકા ગોર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અવિકા ગોર તેના ચાહકો સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે.
અભિનેત્રી અવિકા ગૌરએ તાજેતરમાં તાજેતરમાં કેટલીક તેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે. અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. આ તસવીરોમાં તે તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ શૈલીથી દરેકના દિલ જીતી રહી છે.
વર્કફ્રન્ટ ની વાત કરીએ તો અવિકા ગૌરે ટીવી શો બાલિકા વધુ બાદ કલર્સ ચેનલ પરનાં જ શો 'સસુરાલ સિમર કા'માં કામ કર્યું હતું. આ શોમાં પણ તે ઘણાં વર્ષો સુધી નજર આવી હતી. અવિકા ગોર કઝાખસ્તાનની એક કૉમેડી ફિલ્મમાં જોવા મળવાની છે. એ ફિલ્મનું શૂટિંગ હાલમાં તેણે તુર્કીમાં કર્યું હતું.