Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar: ‘ધુરંધર’ પર પ્રતિબંધથી ખળભળાટ: પ્રોડ્યુસર્સ એસોસિએશને આ કારણે લખ્યો PM મોદીને પત્ર

Dhurandhar: રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મને UAE અને સાઉદી અરેબિયા સહિતના દેશોમાં કેમ રોકવામાં આવી? IMPPA એ પ્રતિબંધને ગણાવ્યો ‘અભિવ્યક્તિની આઝાદી’ પર પ્રહાર.

Ban on 'Dhurandhar' in Middle East: IMPPA writes to PM Modi seeking intervention

Ban on 'Dhurandhar' in Middle East: IMPPA writes to PM Modi seeking intervention

News Continuous Bureau | Mumbai

Dhurandhar: બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ દેશ-દુનિયામાં ૧૨૦૦ કરોડથી વધુની કમાણી કરી ચુકી છે, પરંતુ મિડલ ઈસ્ટના અનેક દેશોમાં તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ મામલે ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) એ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીને દરમિયાનગીરી કરવા અપીલ કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Agastya Nanda: બચ્ચન અને કપૂર ખાનદાનના વારસા પર અગસ્ત્ય નંદાનું ચોંકાવનારું નિવેદન, સોશિયલ મીડિયા પર ફેન્સ થયા સ્તબ્ધ!

મિડલ ઈસ્ટના કયા દેશોમાં છે પ્રતિબંધ?

ભારતમાં જબરદસ્ત સફળતા છતાં આ ફિલ્મ યુએઈ (UAE), બહેરીન, કુવૈત, કતાર, ઓમાન અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં રિલીઝ થઈ શકી નથી. IMPPA ના પ્રમુખ અભય સિન્હાએ પત્રમાં આ પ્રતિબંધને ‘એકતરફી અને ખોટો’ ગણાવ્યો છે.IMPPA એ વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, “જ્યારે આ ફિલ્મને ભારતના સેન્સર બોર્ડ (CBFC) દ્વારા સંપૂર્ણ મંજૂરી મળી છે અને તે ભારતમાં બ્લોકબસ્ટર સાબિત થઈ છે, ત્યારે તેને વિદેશમાં અટકાવવી તે કલાત્મક સ્વતંત્રતાના વિરોધમાં છે.” સંગઠને ભારત અને મિડલ ઈસ્ટના જૂના અને સારા સંબંધોનો હવાલો આપીને આ બાબતે રાજદ્વારી સ્તરે વાતચીત કરવાની વિનંતી કરી છે.


આ ફિલ્મ બે ભાગની ફ્રેન્ચાઈઝી છે અને તેનો બીજો ભાગ ઈદ ૨૦૨૬ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. જો આ પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો ફિલ્મના બિઝનેસ પર મોટી અસર પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકારના હસ્તક્ષેપ બાદ આ દેશો ‘ધુરંધર’ ને રિલીઝ કરવાની પરવાનગી આપે છે કે નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version