‘Bandar’ Movie Review| સોશિયલ મીડિયા વાપરતા લોકો માટે મોટો આંચકો! રૂંવાડા ઊભા કરી દેશે બોબી દેઓલની આ નવી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ

'Bandar' Movie Review|સોશિયલ મીડિયા અને ખોટા સ્ક્રીનશોટ્સના યુગમાં કાયદાનો દુરુપયોગ કેવી જિંદગી તબાહ કરી શકે છે તેની ચોંકાવનારી વાર્તા .

by Zalak Parikh
'Bandar' Movie Review| સોશિયલ મીડિયા વાપરતા લોકો માટે મોટો આંચકો! રૂંવાડા ઊભા કરી દેશે બોબી દેઓલની આ નવી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ

 

News Continuous Bureau | Mumbai

‘Bandar’ Movie Review| બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર અનુરાગ કશ્યપ હંમેશા સિનેમાના પડદા પર કંઈક અલગ અને હિંસક પ્રયોગો કરવા માટે જાણીતા છે. આ વખતે તેઓ એક એવો સામાજિક અનુભવ લઈને આવ્યા છે જે દર્શકોને અંદરથી હચમચાવી મૂકશે. ગયા વર્ષે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં આ ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું, જ્યાં તેને જોનારા તમામ વિવેચકો સ્તબ્ધ થઈ ગયા હતા. જો તમે પણ આ શુક્રવારે કોઈ સારી ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ફિલ્મનું પ્રીલોન્ચ રિવ્યુ (Review) અહીં વાંચી લો.

એક સામાન્ય મેસેજ અને ડેટિંગ એપથી બદલાઈ જશે જિંદગી, બોબી દેઓલ બન્યો ‘સમીર મેહરા’

ફિલ્મની વાર્તા સમીર મેહરા (બોબી દેઓલ) નામના એક એવા મિડલ એજ્ડ વ્યક્તિની આસપાસ ફરે છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે મુંબઈમાં એકલો રહીને સ્ટ્રગલ કરી રહ્યો છે. તેની જિંદગીમાં સામાન્ય રીતે છોકરીઓ આવતી-જતી રહે છે. આ દરમિયાન ડિજિટલ યુગના ટ્રેન્ડ મુજબ તે એક ઓનલાઈન ડેટિંગ એપ (Dating App) દ્વારા એક યુવતીના સંપર્કમાં આવે છે અને બંને વચ્ચે રોમાન્સ શરૂ થાય છે. પરંતુ આ રોમાન્સ પછી તેની જિંદગીમાં જે ભયાનક વળાંક આવે છે તેની તેણે સપનામાં પણ કલ્પના નહોતી કરી. અચાનક એક દિવસ સ્થાનિક પોલીસ તેના ઘરે આવીને તેને કસ્ટડીમાં લઈ જાય છે અને તેના પર ગંભીર આરોપો હેઠળ કેસ દાખલ થાય છે.

સોશિયલ મીડિયાના ખોટા સ્ક્રીનશોટ્સનો ખેલ, જેલના ટોર્ચર સીન્સ દર્શકોને પરેશાન કરશે

આજના ડિજિટલ અને સોશિયલ મીડિયાના યુગમાં સ્ક્રીનશોટ્સ અને મેસેજિંગ એપ્સ દ્વારા કોઈ નિર્દોષ વ્યક્તિને કઈ રીતે ફસાવી શકાય છે અને કાયદાનો ખોટો ઉપયોગ કરીને તેની જિંદગી કેવી નરક બનાવી શકાય છે, તે આ ફિલ્મમાં સચોટ રીતે દર્શાવાયું છે. ફિલ્મની ખાસિયત એ છે કે તે કોઈ પણ સમય બગાડ્યા વિના સીધી મુખ્ય મુદ્દા પર આવી જાય છે. જેલમાં બોબી દેઓલ પર થતો થર્ડ ડિગ્રી ટોર્ચર અને પોલીસ સ્ટેશનના લાંબા સંવાદો દર્શકોને અંદરથી ધ્રુજાવી મૂકે છે. ફિલ્મ ઇન્ટરવલની આસપાસ થોડી ધીમી પડે છે, પરંતુ સેકન્ડ હાફમાં (બીજા ભાગમાં) વાર્તા એવો યુ-ટર્ન લે છે કે સ્ક્રીન પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે.

બોબી દેઓલે આંખોથી કરી એક્ટિંગ, સુદીપ શર્મા અને અભિષેક બેનર્જીનું ધારદાર રાઇટિંગ

એક્ટિંગની દ્રષ્ટિએ બોબી દેઓલે (Bobby Deol) પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. જેલમાં જ્યારે તે લાચાર થઈને પોતાની બહેન પાસે પૈસા માંગે છે, ત્યારે દર્શકોની આંખો ભીની થઈ જાય છે. સપના પબ્બીએ સેકન્ડ હાફમાં પોતાના ક્લોઝ-અપ શૉટ્સ અને રહસ્યમય એક્ટિંગથી બધાને ચોંકાવી દીધા છે. સન્યા મલ્હોત્રાએ બોબીની બહેન તરીકે અને સબા આઝાદે મેચ્યોર ગર્લફ્રેન્ડ તરીકે અદભુત કામ કર્યું છે. ઇન્દ્રજીત સુકુમાર અને જીતેન્દ્ર જોશી પણ પોતાના પાત્રમાં જામ્યા છે. ‘પાતાળ લોક’ ફેમ સુદીપ શર્મા અને અભિષેક બેનર્જીનું રાઇટિંગ એટલું પાવરફુલ છે કે તે માત્ર સંવાદોથી જ ડર પેદા કરે છે. ૨ કલાક ૧૦ મિનિટની આ ટૂંકી અને જરૂરી ફિલ્મને અમારા તરફથી 3.5 ની રેટિંગ મળે છે.

👉 આ સમાચાર વાચો:
‘Maa Behen’ Review| કોમેડીનો ડબલ ડોઝ કે પછી ટાઈમ વેસ્ટ? નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘મા બહેન’ ફિલ્મ જોવાય કે નહીં? એડિટરનો સચોટ અભિપ્રાય

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More