Neena gupta: બરેલી એરપોર્ટ પર દિગ્ગ્જ અભિનેત્રી નીના ગુપ્તા સાથે કરવામાં આવ્યું આવું વર્તન, અભિનેત્રી એ વિડીયો શેર કરી વ્યક્ત કરી પીડા

Neena gupta: બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તાએ એક વીડિયો શેર કરીને બરેલી એરપોર્ટ પર તેની સાથે થયેલા વર્તન વિશે જણાવ્યું. આ વીડિયો પર અભિનેત્રીને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.

by Zalak Parikh
bareilly airport reserved lounge did not allow neena gupta entry actress share a video

News Continuous Bureau | Mumbai

Neena gupta: પીઢ અભિનેત્રી નીના ગુપ્તા તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ સાથે રસપ્રદ પોસ્ટ શેર કરતી રહે છે. તાજેતરમાં નીના ગુપ્તા ને બરેલી એરપોર્ટના આરક્ષિત વીઆઈપી લોન્જમાં એન્ટ્રી ન મળતા પોતાની નારાજગી વ્યક્ત કરતા તેને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે.

 

નીના ગુપ્તા એ શેર કર્યો વિડીયો 

વીડિયોમાં નીનાએ કહ્યું છે, ‘હેલો! હું બરેલી એરપોર્ટ પરથી બોલી રહી છું. આ એ જ આરક્ષિત લાઉન્જ છે જ્યાં હું એકવાર આવીને બેઠી હતી પણ આજે મને મંજૂરી આપવામાં આવી ન હતી. મને લાગ્યું કે આ આરક્ષિત લાઉન્જ VIP માટે છે. અને હું પણ VIP છું. પરંતુ, હું હજુ સુધી VIP બની નથી. VIP બનવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. તે સારું છે કે હું આ બહાને સખત મહેનત કરીશ. આભાર.’ નીનાની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ. સોશિયલ મીડિયા યુઝર્સ આ અંગે સતત કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta)

નીના ગુપ્તા ના મામલા માં એરપોર્ટ ડાયરેક્ટર નું નિવેદન 

મીડિયા રિપોર્ટ અનુસાર આ અંગે બરેલી એરપોર્ટના ડાયરેક્ટર એ કહ્યું કે ‘અભિનેત્રી નીના ગુપ્તાના બરેલીમાં આગમન અંગે કોઈ માહિતી નહોતી. VIP લોન્જની બહાર કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ VIPની યાદી છે. નીના ગુપ્તાનું નામ આ યાદીમાં નથી. જો તે મને મળી હોત તો મેં તેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાનો પૂરો પ્રયાસ કર્યો હોત. જો કે, જ્યારે કોઈ VIP આવે છે, ત્યારે તેની માહિતી પહેલાથી જ એરપોર્ટ પર મોકલવામાં આવે છે.’ તમને જણાવી દઈએ કે,નીના ગુપ્તા રજાઓ ગાળવા ઉત્તરાખંડના મુક્તેશ્વર ગઈ હતી. બુધવારે તેને બરેલીથી મુંબઈની ફ્લાઈટ પકડવાની હતી જે દરમિયાન આ ઘટના બની હતી.

આ  સમાચાર પણ વાંચો : Gayatri joshi car accident: શાહરુખ ખાન ની ફિલ્મ થી ડેબ્યુ કરનાર આ અભિનેત્રી નો થયો કાર અકસ્માત, લાઈવ વિડીયો થયો વાયરલ

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More